સ્ટિવ સ્મિથે સર્વાધિક 55 રન બનાવ્યા હતા. માર્કસ હેરિસ અને ડેવિડ વોર્નરે પ્રથમ વિકેટ માટે 89 રનની પાર્ટનરશિપ કરી હતી. હેરિસને 38 રને પંતના હાથમાં કેચ આઉટ કરાવી ઠાકુરે ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. વોર્નર 48 રન બનાવી સુંદરની ઓવરમાં એલબીડબલ્યૂ આઉટ થયો હતો. જે બાદ સિરાજે લાબુશાને (25 રન) અને વેડ (0 રન)ને એક જ ઓવરમાં આઉટ કર્યા હતા. કેમરુન ગ્રીને 37, ટીમ પેનીએ 25 રનનું યોગદાન આપ્યું હતું.
ત્રીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ બીજી ઈનિંગમાં વિના વિકેટે 21 રન બનાવ્યા હતા. તે ભારત પ્રથમ ઈનિંગમાં 336 રન બનાવી ઓલઆઉટ થયું હતું. જેના કારણે ઓસ્ટ્રેલિયાને 33 રનની લીડ મળી હતી. ભારત તરફથી ડેબ્યૂમેને શાર્દુલ ઠાકુરે સર્વાધિક 67 રન બનાવ્યા હતા. બીજા ડેબ્યૂમેનવ વોશિંગ્ટન સુંદર 62 રનની ઈનિંગ રમી હતી. આ સિવાય રોહિત શર્માએ 44 રન, પુજારાએ 25 રન, રહાણેએ 37 રન, મયંક અગ્રવાલે 38 રન, પંતે 23 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી હેઝલવુડે 5 વિકેટ ઝડપી હતી. સ્ટાર્ક અને કમિંસને 2-2 સફળતા મળી હતી.
ભારતીય ટીમઃ રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, મયંક અગ્રવાલ, રિષભ પંત, વોશિંગ્ટન સુંદર, શાર્દૂલ ઠાકુર, નવદીપ સૈની, મોહમ્મદ સિરાજ અને ટી. નટરાજન
ઓસ્ટ્રેલિયાની ટીમ: ડેવિડ વોર્નર, માર્કસ હેરિસ, માર્નસ લબુશેન, સ્ટીવ સ્મિથ, મેથ્યુ વેડ, કેમરુન ગ્રીન, ટિમ પેની, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, નેથન લાયન અને જોશ હેઝલવુડ