K Pawan Kalyan Car roof Case: ઘણીવાર ફિલ્મોમાં જોવા મળતા સ્ટન્ટ માટે લોકોને નુકશાન પણ થાય છે. તો ઘણીવાર ફિલ્મ મેકર અને એક્ટરને પણ આવા સ્ટન્ટને લઇને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડે છે. હવે આવો કિસ્સો અસલીયતમાં થયો છે, સાઉથના સુપરસ્ટાર એક્ટર અને જન સેના પાર્ટી (JSP)ના અધ્યક્ષ પવન કલ્યાણ (K Pawan Kalyan) વિરુદ્ધ કારની છત પર ચઢીને સ્ટન્ટ કરવા પર એક એફઆઇઆર નોંધાઇ છે. 


એક્ટર સામે થયેલી એફઆઇઆરમાં આરોપ લાગ્યો છે કે, બેદરકારીથી ગાડી ચલાવવાના કારણે લોકોના જીવને જોખમ ઉભુ થઇ ગયુ હતુ. ફરિયાદ કર્તા પી શિવ કુમારે કહ્યું કે ફાસ્ટ સ્પીડમાં ગાડી ચલાવવાના કારણે તેમનુ સંતુલન બગડી ગયુ હતુ, જેનાથી તે પોતાની બાઇક પરથી રૉડ પર પડી ગયો હતો, તેમને એક્ટર પવન કલ્યાણ અને તેમના ડ્રાઇવર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. 


એફઆઇઆરમાં બતાવવામાં આવ્યુ છે કે, જ્યારે અભિનેતા પવન કલ્યાણ ગાડીમાં બેસ્યા, ત્યારે પણ ડ્રાઇવરે ફાસ્ટ સ્પીડમાં કાર ચલાવી, જેનો અન્ય વાહનોએ પીછો કર્યો.... એક્ટર પવન કલ્યાણ આંધ્રપ્રદેશના ગુંટૂર જિલ્લાના ઇપ્પતમ ગામમાં ગયા હતા. ઉલ્લેખનીય છે કે, આખા મામલો લગભગ એક અઠવાડિયા પહેલાનો છે, જેને લઇને હવે એફઆઇઆર નોંધાઇ છે. 




ઇપ્પતમ ગામમાં કેમ ગયા હતા પવન કલ્યાણ ?
એક્ટર પવન કલ્યાણની યાત્રાનો ઉદેશ્ય ઇપ્પતમ ગામમાં તે સ્થાનિક લોકોને મળવાનો હતો, જેમના ઘરોને કથિત રીતે રસ્તાંઓને પહોળા કરવા માટે ધ્વસ્ત કરી દેવામાં આવ્યા હતા, તે ગામ જતી વખતે પોતાના સુપક્ષાકર્મીઓ અને સમર્થકોની સાથે ચાલતી કારની છત પર બેઠા હતા, તેમની ગાડીની પાછળ કેટલાય વાહનો હતા, આરોપ લાગ્યો કે તેમની કાર પુરપાટ ઝડપે દોડતી હતી. 


પવન કલ્યાણના કાફલાને પોલીસે મંગલાગિરીમાં જેએસપી ઓફિસમાં રોકી દીધો હતો, આ પછી તે પોલીસની અનુમતિ મળ્યા બાદ તેમને પોતાની કારની છત પર બેસવાનો ફેંસલો કર્યો હતો. આ પછી પવન કલ્યાણના કાફલાની સાથે તેમનો પીછો ફેન્સે પણ કર્યો હતો.