'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન'નું ફર્સ્ટ લૂક રિલીઝ, હાથમાં તલવાર, સફેદ દાઢી-મુછ સાથે બિગ-બી દેખાયો અલગ અંદાજમાં
યશરાજ ફિલ્મ્સે 25 સેકન્ડનો એક વીડિયો રિલીઝ કરીને અમિતાભ બચ્ચનની ભૂમિકાને રિલીવ કરી છે. ભૂમિકા જોવામાં તો એકદમ જબરદસ્ત લાગી રહી છે.
ફિલ્મનું નિર્દેશન વિજય કૃષ્ણા આચાર્ય કરી રહ્યાં છે. ફિલ્મમાં પહેલીવાર આમિર ખાન અને અમિતાભ બચ્ચનની જોડી જોવા મળશે. કેટરીના કૈફ પણ મહત્વની ભૂમિકામાં છે.
'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન'માં બિગ-બી 'ખુદાબક્શ'ની ભૂમિકા નિભાવશે. આ ફિલ્મ આ વર્ષે 8 નવેમ્બરે રિલીઝ થઇ રહી છે. 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન' ફિલ્મનો ફર્સ્ટ લૂક, મૉશન પૉસ્ટર રિલીઝ થઇ ગયું છે. આ પૉસ્ટરમાં અમિતાભનો લૂક એકદમ અલગ અંદાજમાં જબરદસ્ત લાગી રહ્યો છે.
આમાં બિગ-બી એક જહાજ પર ઉભા રહેલા દેખાય રહ્યાં છે, મૉશન પૉસ્ટરની શરૂઆત એક ઉડતા બાઝથી થાય છે. બિગ-બી ખુદાબક્શના લૂકમાં હાથોમાં તલવાર પકડેલા અને સફેદ દાઢી-મુછમાં દેખાઇ રહ્યાં છે.
મુંબઇઃ ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન'માં અમિતાભ બચ્ચનનો લૂક કેવો હશે આને લઇને લાંબા સમયતી ચર્ચા હતી. અમિતાભના કથિત લૂકની કેટલીય તસવીરો વાયરલ પણ થઇ હતી, પણ હવે અંતે ફિલ્મમાં અમિતાભનો લૂક કેવો હશે તે સામે આવી ગયો છે.