મુંબઈમાં પૂર આવ્યું અને ગણપતિ સાથે 'તારક મહેતા...'માં ડોક્ટર હાથીની આ રીતે થઈ એન્ટ્રી, જુઓ તસવીરો
તમામ લોકો નિરાશ અને દુખી છે. ત્યારે ડૉક્ટર હાથી ગણપતિ બાપાની મૂર્તિ પોતાના માથા પર ઉપાડીને પ્રવેશ કરે છે અને તમામ લોકો ખૂબ ખૂશ થઈ જાય છે. ત્યારબાદ ગણપતિ બાપાની પ્રથમ આરતી હાથી પરિવાર કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચાહકો માટે સારા સમાચાર છે. ગોકુલઘામ સોસાયટીના ફેવરિટ જેઠાલાલના ખાસ મિત્ર ડૉક્ટર હાથીની એન્ટ્રી થઈ ગઈ છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતાઓએ ડૉક્ટર હાથીની એન્ટ્રી માટે ગણેશ ઉત્સવને પસંદ કર્યો છે અને ડૉક્ટર હાથી ગણપતિ બાપા સાથે એન્ટ્રી કરી રહ્યા છે. આ રીતે જેઠાલાલના મિત્ર અને દર્શકોના માનીતા પાત્રની રીએન્ટ્રી થઈ રહી છે. એક્ટર નિર્મલ સોની ડૉક્ટર હાથીની ભૂમિકા ભજવી રહ્યા છે.
નિર્મલ સોનીનું કહેવું છે, જીવન એકદમ ગોળ છે. દસ વર્ષ બાદ હું ફરી એકવાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો હિસ્સો બન્યો છું. હું ખુશ છું કે નિર્માતા અસિત કુમાર મોદીએ મને ફરી એક વખત તક આપી છે. આ શો ખૂબ જ લોકપ્રિય છે અને ડૉક્ટર હાથીનું પાત્ર પણ દર્શકોને ખૂબ પસંદ છે. તેમનો પ્રવેશ સિરીયલમાં ત્યારે થશે જ્યારે ગોકુલઘામના તમામ પુરૂષો મુંબઈમાં ભારે વરસાદના કારણે પોતાની સોસાયટી માટે ગણપતિની મૂર્તિ નથી લાવી શકતા. સોસાયટીમાંથી બહાર નિકળતા તમામને પોલીસ ઘરે પાછા મોકલી આપે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -