Revealed: આવું છે Bigg Boss 10નું ઘર, સલમાન ખાનને પોસ્ટ કરી તસવીરો
બિગ બોસના ઘરની અંદરની તસવીરો જોતા એવું લાગે છે કે આ ઘરના ડ્રોઇંગ હોલમાં સુપરસ્ટાર સલમાન ખાનની એક લેન્ડસ્કેપ તસવીર લાગેલ છે. તો આખરે પોતાના પસંદગીના સ્ટાર સલમાન ખાનને દર્શકો આ શોમાં શનિવાર અને રવિવારે જોઈ શકશે.
તસવીરમાં સલમાન ખાન બિસ બોસના ઘરને જોતા નજર આવે છે. આ ઘર મુંબઈના લોનાવાલમાં આવેલ છે. જ્યાં આ વખતે સામાન્ય અને જાણીતા ચહેરા ઘરના સભ્ય હશે.
પાછલા વખતની જેમ જ આ વખતે પણ સલમાન ખાને બિગ બોસની 10 સીઝનને હોસ્ટ કરશે. સલમાન ખાનના હેન્ડલથી પોસ્ટ કરવામાં આવેલ તસવીરમાં જોવા મળે છે કે બિસ બોસના ઘરમાં ખૂબ જ આકર્ષક રીતે સિટિંગ અરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે.
...તો હવે બિગ બોસના આ ઘરની તસવીરો સામે આવી છે. આ તસવીરો ખુદ સલમાન ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોસ્ટ કરી છે.
જાણીતા રિએલિટી ટીવી શો બિગ બોસની 10મી સીઝન રવિવારથી તમારી ટીવી સ્ક્રિન પર જોવા મળશે. ત્રણ મહિનાથી વધારે દિવસો સુધી આ શોને એક ઘરની અંદર શૂટ કરવામાં આવે છે. આ ઘરને બિસ બોસનું ઘર કહે છે.