અમદાવાદઃ બે વર્ષ પહેલાં ભાગેલા યુવક સામે લાગી સગીરા સાથે સેક્સની કલમ, એ સગીરા જ બની પત્ની
નિકુલ પટેલ થોડા દિવસ જેલમાં રહ્યા પછી તેને કાયમી જામીન મળી ગયા હતા. તેમજ ભૂમિકા 18 વર્ષની થતાં તે પણ નારી સંરક્ષણ ગૃહમાંથી બહાર આવી ગઈ હતી. આ પછી બંનેએ પ્રેમલગ્ન કરી લીધા હતા. અત્યારે ભૂમિકા અને નિકુલને એક બાળક પણ છે. બીજી તરફ પાલનપુર સેશન્સ કોર્ટમાં નિકુલ સામે ટ્રાયલ ચાલી રહી હતી. આ કેસમાં તેની સામે વોરંટ પણ નિકળ્યું હતું. આ પછી તેમણે વોરંટ રદ કરવા અરજી કરી હતી. જોકે, તે પણ ફગાવી દેવામાં આવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ફરિયાદના આધારે પોલીસે વડોદરાથી બંનેને પકડી પાડ્યા હતા અને નિકુલની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી અપાયો હતો. આ સમયે ભૂમિકાની ઉંમર 17 વર્ષ સાત મહિના હતી. આથી તેની સામે પોક્સોની કલમ પણ ઉમેરવામાં આવી હતી. બીજી તરફ ભૂમિકાને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવી હતી.
આ પછી તેમણે ગુજરાત હાઈકોર્ટમાં આ ફરિયાદ રદ કરવા માટે પિટિશન ફાઇલ કરી હતી. ત્યારે આજે હાઈકોર્ટમાં સુનાવણી થતાં યુગલે ભૂમિકાના પિતાએ કરેલી અપહરણ અને બલાત્કારની પોલીસ ફરિયાદને રદ કરવાની માંગ કરી હતી. આ અરજીના પગલે હાઇકોર્ટે આરોપી સામેના વોરંટ તેમજ ટ્રાયલ પર સ્ટે આપ્યો છે. આ કેસમાં હવે 18મીએ વધુ સુનાવણી થવાની છે. ત્યારે યુગલ આશા વ્યક્ત કરી રહ્યું છે કે, હવે તેમનો આ ફરિયાદમાંથી છૂટકારો થશે.
અમદાવાદઃ વડોદરાના એક પ્રેમી યુગલની અનોખી સ્ટોરી સામે આવી છે. પ્રેમ લગ્ન કરનાર આ યુગલ બે વર્ષ પહેલાં ભાગી ગયું હતું. આથી યુવતીના પરિવારજનોએ યુવક સામે ફરિયાદ નોંધાવી. આ સમયે યુવતી 18 વર્ષની ન હોવાથી તેની સામે પોક્સો અને બળાત્કાર સહિતની અનેક કલમો લાગી હતી અને તેને જેલમાં જવું પડ્યું હતું. જોકે, આ પ્રેમી યુગલે અત્યારે લગ્ન કરી લીધા છે અને તેમને એક બાળક પણ છે, ત્યારે હવે આ યુગલ યુવક સામે લાગેલી પોક્સો સહિતની ફરિયાદ રદ કરવા માટે હાઈકોર્ટના શરણે આવ્યું છે.
આ અંગેની વિગતો એવી છે કે, ભૂમિકા અને નિકુલ પટેલ વચ્ચે પ્રેમસંબંધ હતો. દરમિયાન ભૂમિકા પિતા તેના લગ્ન તેનાથી 12થી 14 વર્ષ મોટા રવિ પંચાલ સાથે લગ્ન કરાવવા માગતા હતા. જોકે, ભૂમિકા તેની સાથે લગ્ન કરવા માગતી નહોતી. આથી તેઓ વર્ષ 2014માં ઘરેથી ભાગી ગયા હતા. આથી ભૂમિકાના પિતાએ નિકુલ ભૂમિકાને ભગાડી ગયો હોવાની ફરિયાદ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -