✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સલમાનની આ ફિલ્મનો ગુજરાતમાં વિરોધ, નવરાત્રિને બદનામ કરવાનો આરોપ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Mar 2018 06:58 PM (IST)
1

અમદાવાદ: અભિનેતા સલમાન ખાનના પ્રોડક્સન હેઠળ બની રહેલી ફિલ્મ લવરાત્રીનું શુંટિંગ હાલ વડોદરામાં ચાલી રહ્યું છે. ત્યારે આ ફિલ્મને શરૂઆતથીજ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. હિંદુ સંગઠનો દ્વારા ફિલ્મ લવરાત્રિનો વિરોધ કરવામાં આવ્યો છે. હિંદુ સંગઠને આરોપ લગાવ્યો છે કે આ ફિલ્મ માતાજીના પવિત્ર પર્વ નવરાત્રિને બદનામ કરે છે.

2

આ ફિલ્મનું નિર્દેશન અભિરાજ મિનાવાલા કરી રહ્યાં છે, સલમાન ખાન ફિલ્મ્સ બેનર હેઠળ બનેલી આ ફિલ્મ સલમાન ખાન દ્વારા નિર્મિત છે. 21 સપ્ટેમ્બરે આ ફિલ્મ રિલીઝ થશે.

3

હિંદુ સંગઠનના અગ્રણી જ્યોતિર્નાથજીએ કહ્યું કે નવરાત્રીમાં માતાજીની પૂજા-આરાધના કરવામાં આવે છે અને આ એક શ્રદ્ધાનો પર્વ હોય છે, હિદુંઓના પવિત્ર પર્વ ગણાતા નવરાત્રિને બદનામ કરવાની આ પ્રવૃતિ છે. હિંદુ સંગઠન દ્વારા ફિલ્મના વિરોધને લઈને કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું છે.

4

21 સપ્ટેમ્બરે આ ફિલ્મ રિલીઝ થશે.

5

જણાવી દઈએ કે આ ફિલ્મ ગુજરાતની પૃષ્ઠભૂમિ પર આધારિત અને રોમેન્ટિક પ્રેમકહાની છે. જેની કહાની નવરાત્રિના પર્વ પરથી શરૂ થાય છે. ફિલ્મમાં સલમાનની બહેન અર્પિતા ખાનનો પતિ આયુષ શર્મા અને વારિના હુસૈન મુખ્ય ભૂમિકામાં છે. જે પોતાની પ્રથમ ફિલ્મ કરવા જઈ રહ્યાં છે. આ ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે.

  • હોમ
  • મનોરંજન
  • સલમાનની આ ફિલ્મનો ગુજરાતમાં વિરોધ, નવરાત્રિને બદનામ કરવાનો આરોપ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.