શ્રીલંકામાં હિંસા બાદ ઇમર્જન્સી, જાણો કેમ સામ-સામે આવી ગયા બૌદ્ધ અને મુસ્લિમ?
વળી, બીજીબાજુ રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમ આ સમયે શ્રીલંકાના પ્રવાસે છે અને ટી-20 સીરીઝની પહેલી મેચ આજે સાંજે રમાવવાની છે.
નોંધનીય છે કે માલદીવમાં પહેલાથી જ ઇમર્જન્સી ચાલી રહી છે. સેનાએ માલદીવની સંસદ પર પણ કબ્જો કરી લીધો હતો. સૈન્યકર્મીઓએ સંસદમાં અવેલેબલ સાંસદોને ખેંચને બહાર કાઢી દીધા હતા.
2015માં સત્તામાં આવ્યા બાદ રાષ્ટ્રપતિ એમ સિરેસેનાએ કહ્યું હતું કે મુસ્લિમ વિરોધી હિંસાના મામલાઓની તપાસ કરાવાશે, જોકે બાદ કંઇ ખાસ થયું નહતું.
રિપોર્ટ અનુસાર, જૂન 2014માં એલુથગામા તોફાનો બાદ મુસ્લિમ વિરોધી કેમ્પેઇન ચલાવવામાં આવ્યું હતું, કેટલાક બૌદ્ધ સમૂહોએ આરોપ લગાવ્યો હતો કે મુસ્લિમ જબરદસ્તી ધર્મ પરિવર્તન કરાવી રહ્યાં છે.
ફેબ્રુઆરીમાં બન્ને સંપ્રદાયો વચ્ચે હિંસામાં 5 લોકો ઘાયલ થઇ ગયા હતા અને કેટલીય દુકાનો અને મસ્જિદોને નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું.
aljazeera.com અનુસાર, કેટલાક લોકો રાષ્ટ્રીય બૌદ્ધ સંસ્થાઓને હિંસા માટે જવાબદાર ગણે છે.
શ્રીલંકામાં અગાઉ પણ સાંપ્રદાયિક હિંસામાં કેટલાક લોકો માર્યા ગયા છે. અહીં 10 ટકા વસ્તી મુસ્લિમોની છે અને 75 ટકા લોકો બૌદ્ધ છે. 13 ટકા હિન્દુઓની વસ્તી પણ અહીં રહે છે.
બૌદ્ધ અને મુસ્લિમો વચ્ચે તનાવની સ્થિતિ કેટલાય દિવસોથી ચાલી રહી હતી, પોલીસે કહ્યું હતું કે, કેન્ડી જિલ્લામાં જ તોફાનો થયા છે. પણ અલઝઝીરાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે આખા દેશ હિંસાની ઝપેટમાં આવી ગયો છે.
કેન્ડીઃ શ્રીલંકાની સરકારે દેશભરમાં ઇમર્જન્સી લગાવી દીધી છે, સરકારેના એક પ્રવક્તાએ કહ્યું કે, સાંપ્રદાયિક હિંસા ભડકાવા વાળા લોકો સામે સખત કાર્યવાહી કરવા માટે ઇમર્જન્સી લગાવવામાં આવી છે. સોમવારે કેન્ડી નામના શહેરમાં કરફર્યૂ લગાવવામાં આવ્યો હતો. આ પહેલા એક બૌદ્ધ વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી હતી અને મુસ્લિમોની દુકાનોમાં આગ લગાવી દેવામાં આવી હતી.