કૉમેડિયન કપિલ શર્માનું નામ આ યાદીમાં સામેલ છે. કપિલને આ યાદીમાં 53મું સ્થાન મળ્યું છે. કપિલ ખૂબ જ લોકપ્રિય છે અને તેની વાર્ષિક કમાણી 34.03 કરોડ રૂપિયા છે. આ સાથે જ કપિલ શર્મા ટીવીમાં સૌથી વધુ કમાણી કરનારા સ્ટાર્સમાં નંબર વન પર આવી ગયો છે.
આ યાદીમાં દિવ્યાંકા ત્રિપાઠીનું નામ 79માં સ્થાન પર છે. દિવ્યાંકાની વાર્ષિક કમાણી 1.46 કરોડ રૂપિયા છે. સીરિયલ યે હૈ મોહબ્બતેથી જાણીતી દિવ્યાંકાનું 2018ની યાદીમાં 92માં સ્થાન પર હતી. દિવ્યાંકાએ સીરિયલ સિવાય વેબ સીરીઝમાં પણ કામ કર્યું છે.