ફોર્બ્સ ઈન્ડિયાના લિસ્ટમાં સતત ત્રીજા વર્ષે સલમાન સૌથી ધનિક સેલિબ્રિટી, કોહલીની આવકમાં થયો ધરખમ વધારો, જાણો વિગત
ફોર્બ્સના લિસ્ટમાં સામે ટોપ 100 સેલિબ્રિટીની કુલ મળીને આવક 3,140.25 કરોડ છે, જે ગત વર્ષે 2,683.31 કરોડ હતી.
ગયા વર્ષે 170 કરોડની આવક સાથે બીજા સ્થાને રહેલા શાહરૂખ ખાન આ વર્ષે ટોપ 10માંથી જ બહાર થઇ ગયો છે. આ વર્ષ શાહરૂખ ખાન માટે નબળું રહ્યું છે. શાહરૂખ ખાનની આવકમાં 33 ટકા ઘટાડો નોંધાયો છે. આ વર્ષે SRK લિસ્ટમાં 17માં સ્થાને પહોંચી ગયો છે.
લિસ્ટમાં આ વખતે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી બીજા સ્થાને છે. વિરાટ કોહલીની વાર્ષિક આવક 228.09 કરોડ રૂપિયા છે. જે ગયા વર્ષ કરતાં 116.53 કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે. જ્યારે ત્રીજા નંબર પર અક્ષય કુમાર છે, જેની વાર્ષિક આવક 185 કરોડ રૂપિયા છે.
વર્ષ 2018ના લિસ્ટમાં 52 વર્ષિય સલમાન ખાન સતત ત્રીજા વર્ષે લિસ્ટમાં પ્રથમ સ્થાને છે. જેમાં તેની આ વર્ષે રીલિઝ થયેલી ટાઇગર જિન્દા હેં અને રેસ 3ની આવકનો સમાવેશ થાય છે. ફિલ્મો સિવાય સલમાન ખાન ટેલિવિઝન શો અને જાહેરાતોમાંથી પણ કરોડોની કમાણી કરે છે. સલમાન ખાનની વાર્ષિક આવક 253.25 કરોડ છે. જે ટોપ 100 સેલિબ્રિટીની આવક 3,140.25 કરોડના 8 ટકા છે.
નવી દિલ્હીઃ ફિલ્મ અભિનેતા અને સુપરસ્ટાર સલમાન ખાન સતત ત્રીજા વર્ષે ફોર્બ્સના લિસ્ટમાં સૌથી વધારે કમાણી કરનારો ભારતીય સેલિબ્રિટી છે. ફોર્બ્સ ઈન્ડિયાના 100 સૌથી ધનિકોની યાદીમાં 253.25 કરોડની વાર્ષિક આવક સાથે સલમાન ખાન પ્રથમ નંબર પર છે. જ્યારે બીજા નંબર પર ટીમ ઈન્ડિયાનો કેપ્ટન કોહલી છે. તેની કુલ આવક 228.09 કરોડ રૂપિયા છે.