અનુપમ ખેર સાથે આ ફિલ્મમાં દેખાશે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, આ એક્ટર કરશે રૉલ
જોકે, આ બધાની વચ્ચે એક તસવીર વાયરલ થઇ રહી છે. જેમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને પૂર્વ પીએમ મનમોહન સિંહને મળી રહ્યાં છે. આ તસવીર પૂર્વ પીએમ મનમોહન સિંહ પર બની રહેલી ફિલ્મ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર ડૉ. મનમોહન સિંહ’ની હોવાનું મનાઇ રહ્યું છે.
હંસલ મહેતા આ ફિલ્મનાં ક્રિએટિવ નિર્માતા છે. ફિલ્મમાં અક્ષય ખન્ના સંજય બારૂનાં રૂપમાં જોવા મળશે. જર્મન અભિનેત્રી સુઝૈન બર્નર્ટ ફિલ્મમાં સોનિયા ગાંધીની ભૂમિકામાં જોવા મળશે, જ્યારે અર્જુન માથુર રાહુલ ગાંધીનું પાત્ર નિભાવશે.
Created with GIMP
‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર મનમોહન સિંહ’ ફિલ્મ મનમોહન સિંહના જીવન પર આધારિત છે અને ફિલ્મમાં તેમનું પાત્ર એક્ટર અનુપમ ખેર નિભાવી રહ્યાં છે. જ્યારે અભિનેતા રામ અવતાર ભારદ્વાજ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ભૂમિકા નિભાવતા દેખાશે. કેટલાક દિવસો પહેલા આ ફિલ્મની તસવીર અનુપમ ખેરે ટ્વીટ કરી પાત્રોની જાણકારી આપી હતી.
ઉલ્લેખનીય છે કે એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર, ડૉ. મનમોહન સિંહનાં તે વખતનાં મીડિયા સલાહકાર સંજય બારૂનાં પુસ્તક ‘The Accidental Prime Minister: The Making and Unmaking of Manmohan Singh’ પર આધારિત છે. આ ફિલ્મને વિજય રત્નાકર ગુટ્ટે ડાયરેક્ટ કરી રહ્યા છે.
નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન અને બીજેપીના વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપેયીને હાલમાં એમ્સમાં ભરતી કરાવવામાં આવ્યા છે. એમ્સે હેલ્થ બુલેટિનમાં કહ્યું કે, અટલજીની તબિયત એકદમ નાજુક સ્થિતિમાં છે. જેના કારણે રાજકીય નેતાઓ તેમની ખબર અંતર પુછવા એમ્સમાં એક પછી એક આવી રહ્યાં છે.