Friday Movies Release Live: વર્ષના છેલ્લા શુક્રવારે રણવીર સિંહ અને રોહિત શેટ્ટીની મચ અવેટેદ ફિલ્મ 'સર્કસ' આજે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ કોમેડી અને ઈન્ટરનેટમેન્ટથી ભરપુર છે. 


સર્કસ'માં રણવીર સિંહ-દીપિકા પાદુકોણનો ડાન્સ 


રણવીર સિંહ અભિનીત ફિલ્મ 'સર્કસ' સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ કોમેડીથી ભરપુર છે. સર્કસમાં રણવીર સિંહ ડબલ રોલ પ્લે કરી રહ્યાં છે તેમની સાથે ફિલ્મમાં જેકલીન ફર્નાન્ડીઝ, પૂજા હેગડે, વરુણ શર્મા સહિત ઘણા સ્ટાર્સ છે. ફિલ્મમાં રણવીરની સાથે દીપિકા પાદુકોણનો સ્પેશલ ડાંસ નંબર 'કરંટ લગા રે' પણ છે. આ ગીત અત્યારે ધૂમ મચાવી રહ્યું છે. 


Friday Movies Release Live: વર્ષ 2023ની છેલ્લી ફિલ્મ આજે રિલીઝ થઇ રહી છે. આ જ વર્ષની પ્રથમ મોટી રિલીઝ આલિયા ભટ્ટની 'ગંગુબાઈ કાઠીયાવાડી' હતી અને આજે અંતિમ રિલીઝ રોહિત શેટ્ટી અને રણવીર સિંહની 'સર્કસ' છે. આ ફિલ્મ નાતાલના તહેવારની સાથે લાફ્ટરનો ડબલ ડોઝ આપવાનો દાવો કરી રહી છે. આ કોમેડી  ફિલ્મમાં રણવીર સિંહ, જેકલીન ફર્નાન્ડીઝ, પૂજા હેગડે, વરુણ શર્મા, જોની લીવર, સંજય મિશ્રા જેવા ઘણા મોટા બોલીવુડ કલાકાર પણ છે. સાથે જ આપને રણવીર સિંહ ડબલ રોલમાં જોવા મળશે.


ફિલ્મનું ઓપનિંગ ડે કલેક્શન સારું રહેવાની આશા છે.
બીજી તરફ ફિલ્મના બોક્સ ઓફિસના અનુમાન પ્રમાણે રણવીર સિંહ-રોહિત શેટ્ટીની ફિલ્મ ઓપનિંગ ડે પર સારું કલેક્શન કરી શકે છે. ઈન્ડિયા ટીવીના રિપોર્ટ અનુસાર, ફિલ્મ નિર્માતા અને બિઝનેસ એનાલિસ્ટ ગિરીશ જોહર કહે છે કે, "સિમ્બા અને સૂર્યવંશી પછી રણવીર સિંહ અને રોહિત શેટ્ટીની આ ત્રીજી ફિલ્મ છે. બંને ફિલ્મોએ સારો બિઝનેસ કર્યો હતો. જોકે, આ ફિલ્મના ટ્રેલરનો પ્રતિસાદ અને પ્રમોશન તેમની બાકીની ફિલ્મો કરતાં ઓછું રહ્યું છે. લાંબા સમય પછી એક પારિવારિક કોમેડી ફિલ્મ દર્શકો માટે રિલીઝ થઈ રહી છે. રોહિત શેટ્ટી કમર્શિયલ ફિલ્મોના અનુભવી કલાકાર છે માટે જ આશા છે કે સર્કસ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરશે. શરૂઆતમાં બોક્સ ઓફિસ પર 12-15 કરોડ રૂપિયા એકઠા કરી શકે છે."


શું રોહિત-રણવીરની જોડી હેટ્રિક નોંધાવી શકશે?
તમને જણાવી દઈએ કે આ પહેલા રણવીર સિંહ અને રોહિત શેટ્ટીની જોડીએ 'સિમ્બા' અને 'સૂર્યવંશી' જેવી હિટ ફિલ્મો આપી ચુકી છે. આવી સ્થિતિમાં સર્કસ પાસેથી એવી પણ અપેક્ષા રાખવામાં આવી રહી છે કે તે રોહિત-રણવીરની હેટ્રિક બની શકે છે. જોકે, અત્યારથી આ કહેવું ઘણું વહેલું છે કારણ કે તે દર્શકો પર નિર્ભર કરે છે કે તેમને ફિલ્મ પસંદ આવે છે કે નહીં. હાલમાં, નાતાલની રજાઓમાં પરિવાર સાથે હસવા માટે થિયેટરોમાં 'સર્કસ' તમારી રાહ જોઈ રહ્યું છે.