✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બોલિવૂડના દિગ્ગજ કલાકારને ફિલ્મ ઈન્સ્ટીટ્યૂટે કર્યો હતો નાપાસ, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Aug 2018 08:17 AM (IST)
1

મુંબઈઃ બોલિવૂડના સિનિયર અભિનેતા અનિલ કપૂરે કહ્યું હતું કે પૂણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટીટયુટ (એફટીઆઇઆઇ)એ મને નાપાસ કર્યો હતો. આજે મને અભિનય કરતાં 35 વર્ષ થયાં. તાજેતરમાં અનિલની ફન્ને ખાન ફિલ્મ રજૂ થઇ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાણી કરી શકી નથી પરંતુ વિવેચકોને પસંદ પડી છે.

2

અનિલ કપૂરે નિખાલસપણે કહ્યું હતું કે મારી બાયો-ફિલ્મ જોવામાં કોઇને રસ નહીં પડે. મારી લાઇફ એક રીતે બોરિંગ હતી, કારણ કે હું વિવાદોથી દૂર રહ્યો છું. મેં કોઇ વિવાદ સર્જ્યો નથી કે વિવાદમાં નિમિત્ત સુદ્ધાં બન્યો નથી.

3

હાલ એ કરણ જોહરની કલંક ફિલ્મ કરી રહ્યો છે. જેમાં તે 18 વર્ષના સમયગાળા બાદ માધુરી દીક્ષિત સાથે ચમકી રહ્યો છે. અગાઉ એણે માધુરી સાથે તેજાબ અને રામ લખન જેવી હિટ ફિલ્મો આપી હતી. અનિલે કહ્યું કે મને અનુભવે સમજાતું ગયું કે કામ કામને શીખવે છે. હું જેમ જેમ ફિલ્મો કરતો ગયો તેમ તેમ ઘડાતો ગયો. ફિલ્મ ઇન્સ્ટીટયુટમાં ગ્રેજ્યુએટ થયો હોત તો પણ કદાચ આટલી લાંબી કારકિર્દી ચાલી હોત કે કેમ મને ખબર નથી.

4

61 વર્ષના અનિલે મસાલ ફિલ્મમાં પોતાના અભિનય દ્વારા અભિનય સમ્રાટ દિલીપ કુમારની શાબાશી પણ મેળવી હતી. એ જ રીતે દિલીપ કુમાર અને અમિતાભ બચ્ચનની હિટ ફિલ્મ શક્તિમાં પણ એક કેમિયો કહેવાય એવો રોલ કર્યો હતો. એ ઉપરાંત પણ એની ઘણી ફિલ્મો હિટ સાબિત થઇ હતી.

  • હોમ
  • મનોરંજન
  • બોલિવૂડના દિગ્ગજ કલાકારને ફિલ્મ ઈન્સ્ટીટ્યૂટે કર્યો હતો નાપાસ, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.