IND v ENG: લોર્ડ્સ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, આ ગુજરાતી ખેલાડી થયો બહાર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 07 Aug 2018 09:39 PM (IST)
1
ભારતના બોલિંગ કોચ ભરત અરૂણે કહ્યું કે, બુમરાહ બોલિંગ માટે ફીટ છે પરંતુ હાલ તેને મેચમાં ઉતારવો ઉતાવળ ભર્યું ગણાશે. તેના હાથમાંથી પ્લાસ્ટર દૂર થવું જરૂરી છે. તે બીજી ટેસ્ટ માટે ઉપલબ્ધ નહીં રહે. હાલ બુમરાહ નેટ પર બોલિંગ કરી રહ્યો છે પરંતુ તે કેચ પ્રેક્ટિસ સોફ્ટ બોલથી બોલિંગ કરે છે.
2
જૂનમાં આયરલેન્ડ સામેની ટી20 મેચ દરમિયાન બુમરાહને જમણા હાથમાં ફ્રેક્ચર થયું હતું. આ પહેલા બીસીસીઆઈએ કહ્યું હતું કે, જો બુમરાહ ફીટ હશે તો બીજી ટેસ્ટ મેચ રમશે. પરંતુ હવે તે નહીં રમે તેમ સ્પષ્ટ થઈ ગયું છે.
3
લોર્ડ્સઃ ઈંગ્લેન્ડ સામે 9 ઓગષ્ટથી લોર્ડ્સમાં શરૂ થઈ રહેલી બીજી ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ફટકો લાગ્યો છે. ઈજાથી પરેશાન ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આ મેચમાં પણ નહીં રમી શકે.