Pre-Wedding Shoot Viral Video: લગ્નની પહેલાં પ્રી-વેડિંગ શૂટ કરાવવું આજકાલ સામાન્ય બની ગયું છે. લગ્નના થોડા દિવસો પહેલા જ પાર્ટનર સાથે ક્ષણો વિતાવવી ખૂબ જ રોમેન્ટિક હોય છે. આ ફોટોશૂટ અલગ-અલગ કપડામાં અને સુંદર લોકેશન પર કરવામાં આવે છે. આ માટે કપલ ઘણી મહેનત પણ કરે છે. પરંતુ ઘણી વખત આ કપલ્સની મહેનત સંપૂર્ણપણે ધોવાઈ જાય છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક કપલ પ્રી-વેડિંગ શૂટ કરાવતું જોવા મળી રહ્યું છે. પરંતુ શૂટ દરમિયાન એક અનિચ્છનીય ઘટના બને છે, જેને જોઈને તમે હસવાનું નહી રોકી શકો. કદાચ પ્રી-વેડિંગ શૂટ કરાવી રહેવું આ કપલ પણ તેમનો આ વીડિયો જોઈને હસી પડ્યું હશે. વીડિયોમાં યુવક પોતાની મંગેતરને લઈને એક તળાવમાં ઉભો છે. ત્યાર બાદ આ યુવક પોતાની મંગેતરને પાણીમાંથી ફિલ્મી સ્ટાઈલમાં ઉઠાવવા જાય છે. પરંતુ યુવક તેની ફિલ્મી સ્ટાઈલ પુરી કરે તે પહેલાં તે યુવતીની સાથે પાણીમાં પડી જાય છે. ફિલ્મી સ્ટાઈલની કોપી કરી છવાઈ જવા માટે પ્રયત્ન કરવા જતાં આ કપલ ખુદ વાયરલ થઈ ગયું છે.