Taarak Mehta Ka Ooltah Chashmah: વર્ષ 2008માં શરૂ થયેલી ટીવી સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના લાખો ચાહકો છે, પરંતુ જ્યારથી દયાબેન એટલે કે દિશા વાકાણીએ શોમાં પાછા ફરવાની ના પાડી દીધી છે જેના કારણે ચાહકો ખૂબ જ નારાજ છે. નિર્માતાઓએ ચાહકોને કહ્યું છે કે, એક-બે મહિનામાં નવી દયાબેન શોમાં આવી જશે, પરંતુ ચાહકોની નારાજગી ચરમસીમા પર છે. એટલું જ નહીં કેટલાક નેટીઝન્સે તો મેકર્સને બે મહિનાનો સમય પણ આપ્યો છે. હવે નિર્માતા અસિત મોદીએ આ વિશે વાત કરી છે.


દયાબેનના આવવામાં સમય લાગશેઃ અસિત મોદી
'ઈ-ટાઈમ્સ'ને આપેલા ઈન્ટરવ્યુમાં અસિત મોદીએ શો મુદ્દે થઈ રહેલી ટ્રોલિંગ વિશે વાત કરી અને કહ્યું કે, કોઈ દયાબેન રાતોરાત આવી શકે નહીં. આસિત મોદીએ કહ્યું, "હવે આ સ્ટોરીનો મામલો છે. અમે તેના પર કામ કરી રહ્યા છીએ, પરંતુ તેમાં સમય લાગશે. હું સંમત છું કે લોકો અમને ગાળો આપી રહ્યા છે કારણ કે, તેઓ શો સાથે ભાવનાત્મક રીતે જોડાયેલ છે. મને સોશિયલ મીડિયા પર ફેન્સની કોમેન્ટ્સ વિશે નથી વિચારતો અને હું તેમના વિચારોનું સન્માન કરું છું."


દિશા વાકાણીના પરત ફરવા અંગે અસિત મોદીએ કહ્યુંઃ
અસિત મોદીએ વધુમાં જણાવ્યું કે, હું ઈચ્છું છું કે દિશા વાકાણી 'દયાબેન' તરીકે પાછી આવે. તેમણે કહ્યું, “દયા ભાભી આવશે. જોકે, અમે ચોક્કસપણે ઈચ્છીએ છીએ કે દિશા વાકાણી જ 'દયા' તરીકે પાછી આવે. અમે આ પાત્ર માટે ઓડિશન પણ લઈ રહ્યા છીએ. જો તે પાછી આવે છે, તો ખુબ સારું રહશે, કારણ કે તે પરિવાર જેવી છે. જો કે, દિશાનું શોમાં પરત ફરવું શક્ય જણાતું ન હોવાથી અમે તેની જગ્યાએ અન્યને લેવા માટે ઓડિશન લઈ હ્યા છીએ."


રાતોરાત પાછી ના ફરી શકે દયાબેનઃ
અસિતે એમ પણ કહ્યું, “એક નિર્માતા તરીકે હું ઈચ્છું છું કે દયાબેન પાછા આવે. અમારા પ્રયાસો ચાલુ છે. આવનારા થોડા મહિનામાં દયા ભાભી પણ જોવા મળશે, અને બીજુ ઘણું જોવા મળશે. દયાબેન રાતોરાત પાછા આવી શકતા નથી, અમારે તેના માટે મોટા પાયે રિ-એન્ટ્રી કરાવવી પડશે કારણ કે, તે લાંબા સમયથી ગુમ છે.