નવી દિલ્હીઃ હિટ સીરીઝ ‘ગેમ ઓફ થ્રોન્સ’માં એલ્ફિએ એલન દ્વારા નિભાવવામાં આવેલ ભૂમિકા થિયૌન ગ્રેયજોય માટે બોડી ડબલ બનવાને કારણે જાણીતા થયેલ એન્ડ્ર્યૂ ડનબલ (Andrew Dunbar)હવે નથી રહ્યા. બેલફાસ્ટ લાઈવના અહેવાલ અનુસાર, ક્રિસમસની પૂર્વ સંધ્યાએ બેલફાસ્ટમાં આવેલ પોતાના ઘરમાં તેનું નિધન થઈ ગયું. તેની ઉંમર માત્ર 30 વર્ષની આસપા, હતી. ડનબર અનેક અન્ય હિટ પ્રોજેક્ટ પર કામ કરી ચૂક્યા છે, જેમાંથી એક ‘લાઈફ ફો ડ્યુટી’ પણ છે. ઉપરાંત તેણે એક ડીજે તરીકે પણ કામ કર્યું હતું.



જેવી જ આ વાતની ખબર પડી કે તેમના મિત્રો તથા સહકર્મીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમના દોસ્ત તથા સહકર્મી એન્ડી મૈકક્લે વાત કરતાં જણાવ્યું હતું કે, ‘એન્ડ્રયૂને બધા પસંદ કરતા હતા. તેનામાં કંઇક એવું હતું કે જે બીજા કરતાં કંઈક ખાસ હતું. તેમની હાજરીથી આસપાસના લોકોને ખુશી મળતી હતી.

એન્ડી મૈકક્લે આગળ વાત કરી કે, લોકોને તેમની સાથે કામ કરવામાં પણ મજા આવતી હતી. હું તો કહીશ કે જ્યારે અમે સેટ પર આવતા ત્યારે અમારામાંથી મોટા ભાગનાને આ અનુભવ થયો હશે. બધા જ ઈચ્છતા હતા કે એન્ડ્રયૂ ક્યાં છે અમે તેમને શોધતા હતા. તે એક જેલની માફક હંમેશા બધાને સાથે રાખતો હતો.’