મનજોત કાલરા બાદ ભારતના આ બે ખેલાડીઓ પર પણ લાગી શકે છે બેન, જાણો વિગતે
abpasmita.in | 02 Jan 2020 08:24 AM (IST)
આઇપીએલમાં કોલકત્તા તરફથી રમી રહેલા દિલ્હીના બેટ્સમેન નીતિશ રાણા અને ઉત્તર પ્રદેશના ફાસ્ટ બૉલર શિવમ માવીએ પણ ઉંમરમાં ફેરફાર કર્યો હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે
નવી દિલ્હીઃ ભારતને 2018માં અંડર-19 વર્લ્ડકપ જીતાડવામા મહત્વની ભૂમિકા નિભાવનાર મનજોત કાલરા પર બે વર્ષનો પ્રતિબંધ લાગ્યા બાદ હવે વધુ બે ભારતીય ક્રિકેટરો પર પણ બેન લાગી શકે છે. મનજોત કાલરા પર ઉંમરમાં છેતરપીંડી કરવાનો આરોપ લાગ્યો છે. રિપોર્ટ છે કે, આઇપીએલમાં કોલકત્તા નાઇટ રાઇડર્સના બે ખેલાડીઓ નીતિશ રાણા અને શિવમ માવી પર પણ બેન લાગી શકે છે. આ બન્ને ખેલાડીઓ આઇપીએલ 2020માં બેન થઇ શકે છે, કેમકે બન્ને ઉપર પણ ઉંમરમાં છેતરપિંડી કરવાનો આરોપ છે. આઇપીએલમાં કોલકત્તા તરફથી રમી રહેલા દિલ્હીના બેટ્સમેન નીતિશ રાણા અને ઉત્તર પ્રદેશના ફાસ્ટ બૉલર શિવમ માવીએ પણ ઉંમરમાં ફેરફાર કર્યો હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે. ખાસ વાત છે કે, આ બન્ને ખેલાડીઓની ઉંમરમાં છેતરપિંડીનો મામલો ડીડીસીએએ બીસીસીઆઇને મોકલી દીધો છે, અને બન્ને ખેલાડીઓની તપાસ ચાલી રહી છે. જો આરોપો સાચા સાબિત થશે, તો કેકેઆર માટે ખરાબ સમાચાર આવી શકે છે. બન્ને ખેલાડીઓ આઇપીએલ 2020 માટે બેન થઇ શકે છે.