એક્ટ્રેસ ગોહરખાનના પિતા અહમદ ખાનનું નિધન થઇ ગયું છે. તેઓ બહુ લાંબા સમયથી બીમાર હતા અને હોસ્પિટલમાં સારવાર લઇ રહયાં હતા. આજે સવારે તેમનું નિધન થતાં ગૌહર ખાનની મિત્ર પ્રીતિ સિમોસે સોશિયલ મીડિયા દ્વારા જાણકારી આપી હતી.

સૌથી પહેલા ગૌહર ખાનના પિતાના નિધનના સમાચાર ગૌહર ખાનની મિત્ર પ્રિતી સિમોસે આપ્યા તેમણે વીડિયો શેર કરતા લખ્યું કે, ‘મારી ગૌહરના પિતા, તે સન્માનથી જીવ્યાં અને સન્માનથી જ યાદ કરાશે. ભગવાન પરિવારને દુ:ખ સહન કરવાની શક્તિ આપે.

ગૌહરખાને પિતા સાથેની એક તસવીર શેર કરતાં લખ્યું કે, ‘મારા પિતા મારા માટે હિરો હતા. તેમનું સ્થાન કોઇ જ નહીં લઇ શકે, તેના જેવું કોઇ ન થઇ શકે’

ગૌહર ખાને તેમના લગ્નની તસવીર શેર કરતા લખ્યું કે, ‘એક દૂસરે સે કરતે હૈ પ્યાર હમ’

થોડા સમય પહેલા ગૌહર ખાને તેમના પિતાની બીમારીની જાણકારી આપી હતી અને કહ્યું હતું કે, ‘દુવા કરો કે, ભગવાન તેમને પર રહેમ કરે’

આજે ગોહરખાના પિતાએ દુનિયાને અલવિદા કહી દીધું છે, ત્યારબાદ તેમણે ઇન્સ્ટાગ્રામ પર કેન્ડલની તસવીર લગાવી હતી. સોશિયલ મીડિયા પર ફેન્સ ઘટનાના પગલે દુ:ખ વ્યક્ત કરી રહ્યાં છે.



નોંધનિય છે કે, 37 વર્ષિય ગૌહર ખાને ગત વર્ષ 25 ડિસેમ્બરે જૈદ દરબાર સાથે લગ્ન કર્યા. 2013માં ગૌહર બિગબોગ-7નો એવોર્ડ જીત્યો હતો. ગૌહરે ઇશ્કઝાદે, ફીવર અને બેગમ જાન જેવી ફિલ્મોમાં કામ કર્યું.  ગોહરે એક્ટિંગની દુનિયામાં 2003થી ડેબ્યૂ કર્યું હતું.