પાલનપુરઃ પાલનપુર નગર પાલિકાની ચૂંટણી સમયે બ્રહ્મ સમાજના નામે વિવાદિત પત્રિકા વાયરલ કરવાના કેસમાં પોલીસ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના ભાઈ પ્રોફેસર ડો. કે.સી. પટેલને પોલીસ સ્ટેશને લઈ આવી છે.
પત્રિકા વાયરલ કરનાર ડૉ. કે. સી. પટેલ પાલનપુર જી ડી મોદી કોલેજમાં નોકરી કરે છે અને પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના ભાઈ છે. આ પત્રિકા ફરત કરવાના કેસમાં કે. સી. પટેલ મુખ્ય સૂત્રધાર હોવાનું ખુલ્યું છે.
નગરપાલિકાની ચૂંટણીના આગલા દિવસે ફરતી થયેલી પત્રિકામાં બ્રાહ્મણ સમાજે પક્ષ જોયા વિના બ્રાહ્મણ સમાજના ઉમેદવારને જ મત આપવો એવી અપીલ કરાઈ હતી. આ પત્રિકા દ્વારા ભાજપને હરાવવા માટે ષડયંત્ર રચાયું હતું. તેમની પૂછપરછમાં અન્ય ખુલાસા થવાની શક્યતા છે.
આ ઘટનામાં બ્રહ્મ સમાજને બદનામ કરતી પત્રિકા ફરતી થઈ હોવાની ફરિયાદ કરાઈ હતી. બ્રહ્મસમાજ બદનામ થાય તે પ્રકારે પત્રિકાઓ વાયરલ કરાઈ હત અને પત્રિકા વિવાદ મામલે પાલનપુર પશ્ચિમ પોલીસે તપાસ હાથ ધરી હતી.
ગુજરાત કોંગ્રેસના ક્યા ધારાસભ્યના ભાઈએ બ્રહ્મસમાજ વિરોધી પત્રિકા વાયરલ કરી ? શું હતું આ પત્રિકામાં ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Mar 2021 09:53 AM (IST)
પત્રિકા વાયરલ કરનાર ડૉ. કે. સી. પટેલ પાલનપુર જી ડી મોદી કોલેજમાં નોકરી કરે છે અને પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના ભાઈ છે.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -