નવી દિલ્હીઃ ફિલ્મ બાઝીગરમાં શાહરૂખ ખાન ગ્રે કેરેક્ટરમાં જોવા મળ્યો હતો. ફિલ્મમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા. ફિલ્મનું ગીત યે કાલી-કાલી આંખે પણ ખૂબ ફેમસ થયું હતું. હવે શાહરૂખની પત્ની ગૌરી ખાને ફિલ્મને લઈને એક ખુલાસો કર્યો છે. ફિલ્મના ગીત ‘યે કાલી-કાલી આંખે’ માટે શાહરૂખ ખાનનો લુક જાણીતા ઇન્ટીરિયર ડિઝાઈનર અને તેની પત્ની ગૌરી ખાને ડિઝાઈન કર્યો હતો.

આ તસવીર શેર કરતાં ગૌરીએ લખ્યું હતું કે, ‘મને પોતાના પર વિશ્વાસ નથી થતો કે, 90નાં દાયકામાં આ લૂક મે ડિઝાઇન કર્યો હતો. તે જીન્સ, લેગ વોર્મર ટી, બુલેટ બેલ્ટ અને લાલ શર્ટ. #Gaurikhandesigns એ એક લાંબી સફર રહી છે. મેજર થ્રોબેક....


આપને જણાવી દઇએ કે, 'બાજીગર'ની આ ફિલ્મ 90નાં દાયકાની સુપરહિટ ફિલ્મ હતી. તે સમયે શાહરૂખ ખાનનું આ પેન્ટ ફેશન ટ્રેન્ડ બન્યું હતું. ઘણાં યંગસ્ટર્સ તે સમયે આ ફિલ્મમાં શાહરૂખ ખાનનો લૂક કોપી કરતાં હતાં. અબ્બાસ મસ્તાન દ્વારા ડિરેક્ટેડ આ ફિલ્મમાં શાહરૂખ ખાન નેગેટિવ રોલમાં નજર આવ્યો હતો. જોકે તેનાં આ પાત્રથી પણ તેણે લોકોનું દિલ જીતી લીધુ હતું.