સોશિયલ મીડિયા પર ટેલેન્ટ અને સુંદરતાની કદર થતી હોય છે. જો લોકોને ટેલેન્ટની સાથે સુંદરતા જોવા મળે તો લોકો તેને બેહિસાબ પ્રેમ આપે છે અને તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. એવું કહેવાય છે કે, ગાલમાં ડિંપલ પડતા હોય તેવા લોકોને વધારે પસંદ કરવામાં આવે છે. ડિંપલને બ્યુટી સ્પોટ પણ કહેવામાં આવે છે. ગાલમાં ડિંપલ પડતા હોય તેવા લોકોની તરફ વ્યક્તિઓ આકર્ષિત થતી હોય છે એવું પણ માનવામાં આવે છે. બોલીવુડમાં શાહરુખ ખાનથી લઈને પ્રીતિ જિંટા સુધી એવા ઘણા સ્ટાર છે જે પોતાના ડિંપલથી પણ ઓળખવામાં આવે છે. સામાન્ય માણસ પણ ઈચ્છા રાખે છે કે, કાશ! ડિંપલ લાવવાની કોઈ રીત હોત. આવા લોકો માટે એક છોકરીએ સોશિયલ મીડિયા પર ડિંપલ બનાવવાની રીતનો એક વીડિયો બનાવ્યો છે.
ઈંટરનેટ પર એક છોકરી ડિંપલ પાડવાની રીત બતાવી રહી છે જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં છોકરી માર્કર પેનથી ડિંપલ બનાવી રહી છે. છોકરી માર્કરથી ગાલ પર એક જગ્યાએ નિશાન બનાવે છે પછી તેને સાફ કરે છે. થોડીવાર પછી નિશાન ગાયબ થઈ જાય છે અને છોકરીનો ડિંપલ દેખાય છે. તમે પણ આ વીડિયો જુઓ..
વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકો વચ્ચે ચર્ચા શરુ થઈ ગઈ છે. જેમાં બે ગ્રુપ પડી ગયા છે. કેટલાક લોકો આ ટ્રીકને ફેક કહી રહ્યા છે અને છોકરીને પહેલેથી ડિંપલ હોવાનો દાવો કરી રહ્યા છે. જ્યારે કેટલાક લોકો છોકરીની ક્રિએટીવીટીના વખાણ કરી રહ્યા છે. આ બધી દલીલો વચ્ચે છોકરીનો આ વીડિયો ખુબ વાયરલ થઈ ચુક્યો છે. 19 લાખથી વધુ લોકો આ વીડિયોને જોઈ ચુક્યા છે અને 1 લાખથી વધુ લોકો વીડિયોને લાઈક પણ કરી ચુક્યા છે.