Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 10મો દિવસ છે. રશિયા યુક્રેન પર કબ્જો જમાવવા આક્રમક બની ગયું છ. આ દરમિયાન આજે અમેરિકાના પેન્ટાગોનના અધિકારીએ, યુક્રેનના ધ કિવ ઈન્ડીપેન્ડેન્ટને જણાવ્યું કે, રશિયાએ યુક્રેન પર સંપૂર્ણ પાયે આક્રમણ શરૂ કર્યું ત્યારથી અઠવાડિયામાં 500 થી વધુ મિસાઇલો છોડી છે. રશિયા દરરોજ લગભગ બે ડઝન વિવિધ પ્રકારની મિસાઇલો છોડી રહ્યું રહ્યું છે.




યુક્રેનવાસીઓને જાહેરમાં ફાંસી આપવાની યોજના બનાવી રહ્યું હોવાના દાવાથી ખળભળાટ


રશિયાની યોજના અંગે મોટો ખુલાસો થયો છે. રશિયા યુક્રેનમાં મનોબળ તોડવા માટે જાહેરમાં ફાંસીની યોજના બનાવી રહ્યું છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, લીક થયેલા દસ્તાવેજો સૂચવે છે કે રશિયાની ફેડરલ સિક્યુરિટી સર્વિસે લોકોનું નિરાશ કરવા માટે યુક્રેનિયન શહેરોમાં જાહેરમાં ફાંસીની સજા આપવાની યોજના બનાવી છે.


રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયાની ફેડરલ સિક્યુરિટી સર્વિસે ખૂબ જ ગંભીર અને ઘાતક પ્લાન તૈયાર કર્યો છે. રશિયા મનોબળ તોડવાના પ્રયાસમાં યુક્રેનિયન શહેરોમાં યુક્રેનિયનોને ખુલ્લેઆમ ફાંસી આપવાની યોજનાને અમલમાં મૂકી શકે છે.


રશિયા જાહેરમાં ફાંસી આપવાની યોજના ધરાવે છે


અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે એક અનામી યુરોપીયન ગુપ્તચર અધિકારીના જણાવ્યા અનુસાર, રશિયા વિરોધીઓ પર તોડફોડ કરવા માટે જાહેર ફાંસીની યોજનાને અંજામ આપી શકે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય યુક્રેનના લોકોના મનોબળને તોડવાનો છે.


રિપોર્ટર કિટ્ટી ડોનાલ્ડસને ટ્વિટ કર્યું, "એજન્સી યુક્રેનિયન લોકોનું મનોબળ તોડવા માટે હિંસક ટોળાને નિયંત્રણ અને વિરોધીઓની દમનકારી અટકાયતની પણ યોજના બનાવી રહી છે." રશિયન સૈનિકોએ સતત 10મા દિવસે યુક્રેન પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું છે. શુક્રવારે યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલાના સમાચાર આવ્યા હતા અને તેમાંથી ધુમાડો નીકળ્યો હતો, જેના પછી દુનિયાભરમાં ચિંતા વધી ગઈ હતી.


 યુક્રેન પર રશિયાનો સતત હુમલો ચાલુ છે


તમને જણાવી દઈએ કે રશિયન સૈનિકો યુક્રેનના અલગ-અલગ શહેરોને નિશાન બનાવી રહ્યા છે. મોટી ઈમારતો અને શાળાની ઈમારતો પર પણ હુમલા થઈ રહ્યા છે. ખેરસન શહેરને રશિયન સૈનિકોએ કબજે કરી લીધું છે. જો કે, ઘણી જગ્યાએ આક્રમણકારોને યુક્રેન તરફથી ઉગ્ર પ્રતિકારનો સામનો કરવો પડ્યો છે. યુક્રેનના અધિકારીઓના જણાવ્યા અનુસાર બંદરીય શહેર માર્યુપોલ પર સતત બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. શુક્રવારે ચેર્નિહિવમાં એક એપાર્ટમેન્ટ બ્લોક પર થયેલા હવાઈ હુમલામાં ઘણા લોકો માર્યા ગયા હતા.