VIDEO : સોશિયલ મીડિયાની મજેદાર દુનિયામાં ક્યારે શું જોવા મળે તે કોઈ કહી શકતું નથી. અહીં દરરોજ હજારો લાખો વીડિયો અપલોડ થાય છે અને જોવામાં આવે છે. પરંતુ આમાં પણ અમુક જ વિડીયો લોકોને પસંદ આવે છે અને લાંબા સમય સુધી રહે છે. અત્યારે આવો જ એક ફની વીડિયો વિવિધ પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયો પ્રેમી-પ્રેમિકાનો હોય તેવું લાગી રહ્યું છે, જેમાં કંઈક આવુ જોવા મળી રહ્યું છે, કે તમે હસવાનું રોકી નહીં શકો. આ વીડિયોને થોડા જ કલાકોમાં લાખો લોકો દ્વારા જોવામાં આવ્યો છે અને તેને 1.69 લાખથી વધુ યૂઝર્સ દ્વારા પસંદ કરવામાં આવ્યો છે.
અચાનક નારાજ થઇ ગઈ પ્રેમિકા
સામે આવેલો થોડીક સેકન્ડનો વિડીયો જોઈને ખબર પડે છે કે ગર્લફ્રેન્ડ કોઈ બાબતે તેના બોયફ્રેન્ડથી ગુસ્સે થઈ ગઈ છે અને બેંચ પર બેસી ગઈ છે. તમે જોઈ શકો છો કે ભારે વરસાદ પડી રહ્યો છે અને ગુસ્સામાં બેંચ પર બેઠી છે. ત્યારે જ પ્રેમી ફ્રેમમાં પ્રવેશે છે અને તેણે તેની સાથે જવાનું કહ્યું હતું. પ્રેમિકાએ તરત જ હાથ મેળવ્યો અને ત્યાં જ બેસી રહી. આ પછી, ફ્રેમમાં જે દેખાય છે, તે જોઈને તમે હસવાનું રોકી શકશો નહીં. પછી શું થયું , જુઓ આ વિડીયોમાં
નારાજ પ્રેમિકાને મનાવવા માટે પ્રેમીએ પણ અદ્ભુત કામ કર્યું અને પછી પ્રેમિકા ખુશીથી ઝૂમી ઉઠી.પ્રેમીએ પોતાનો રેઈનકોટ કાઢીને ફેંકી દીધો અને પોતે ગર્લફ્રેન્ડની સામે ઊભો રહીને વરસાદમાં પલળવા લાગ્યો. પ્રેમિકાનો ગુસ્સો તો પણ શાંત ન થયો, પછી પ્રેમીએ એવું કામ કર્યું કે પ્રેમિકા હસી પડી અને બંનેની નારાજગીનો અંત આવ્યો.