ગોલ્ડે રચ્યો ઈતિહાસ, સાઉદી અરેબિયામાં રિલીઝ થનારી પ્રથમ બોલિવૂડ ફિલ્મ બની
જણાવીએ કે, સાઉદીમાં સિનેમા પર વિતેલા 35 વર્ષતી બેન હતો. 18 એપ્રિસ. 2018ના રોજ બેન હટાવવામાં આવ્યો હતો. કટ્ટરપંથિઓના દબાણને કારણે થિયેટર્સ પર પ્રતિબંદ લગાવવામાં આવ્યો હતો. 1980ના દાયકામાં કટ્ટરપંથિઓનું માનવું હતું કે સિનેમાની દુનિયા તેની સંસ્કૃતિ અને ધાર્મિક ઓળકને નુકસાન પહોંચાડી શકે છે. પ્રતિબંધ હટ્યા બાદ ત્યાં સૌથી પહેલા હોલિવૂડ ફિલ્મ બ્લેક પેન્થર રિલીઝ થઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગોલ્ડ પહેલા સાઉદી અરેબિયામાં રજનીકાંત સ્ટારર મૂવી કાલા રિલીઝ થઈ હતી. કાલા સાઉદી અરબમાં રિલીઝ થનારી પ્રથમ ભારતીય ફિલ્મ છે. કાલાને ભારતમાં તમિલ, તેલુગુ, હિંદીમાં રિલીઝ કરવામાં આવી હતી. જે દરમિયાન રિલીઝ થઈ હતી, તે દરમિયાન સાઉદી અરેબિયામાં સિનેમાઘરોમા લગાવવામાં આવેલ પ્રતિબંધ હટ્યો હતો. જ્યારે હોલિવૂડ ફિલ્મ બ્લેક પેન્થર સાઉદી અરેબિયામાં બેન હટાવવામાં આવ્યા બાદ રિલીઝ થનારી પ્રથમ ફિલ્મ હતી.
ગોલ્ડ સાઉદી અરબમાં 30 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ છે. તેની જાણકારી અક્ષય કુમારે ટ્વીટ કરીને આપી છે. તેણે લખ્યું, ભારતના પ્રથમ ગોલ્ડ મેડલ જીતવાની કહાનીને પ્રથમ વખત સાઉદી અરેબિયામાં જોવા મળસે. મને આ શેર કરતાં આનંદ થાય છે કે ગોલ્ડ કિંગડમ ઓફ સાઉદી અરબમાં રિલીઝ થનારી પ્રથમ બોલિવૂડ ફિલ્મ છે. જે સિનેમાઘરોમાં આજતી બતાવવામાં આવશે.
નવી દિલ્હીઃ અક્ષય કુમારની સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ ગોલ્ડ ભારતીય બજારમાં શાનદાર બિઝનેસ કરી રહી છે. મૂવી 100 કરોડના આંકડાને પાર કરી ગઈ છે. હાલમાં પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. અક્ષયની ફિલ્ને ક્રિટિક્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. હવે ગોલ્ડ ફિલ્મના નામે વધુ એક ઉપલબ્ધિ જોડાઈ ગઈ છે. અક્ષની ફિલ્મ સાઉદી અરેબિયામાં રિલીઝ થનારી પ્રથમ બોલિવૂડ ફિલ્મ બની ગઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -