ગુજરાતના ટોચના ઉદ્યોગપતિ પત્નિને ડિવોર્સ આપવા 200 કરોડ રૂપિયા આપવા તૈયાર થયા હોવાની ચર્ચા, જાણો વિગત
અમદાવાદઃ કેડીલા કંપનીના માલિક રાજીવ મોદી અને પત્ની મોનીકા મોદી વચ્ચે થયેલી ઊગ્ર તકરાર બાદ પોલીસ સ્ટેશનમાં છ કલાકની મેરેથોન વાટાઘાટો બાદ ૨૦૦ કરોડમાં સમાધાનનો નિર્ણય લેવાયો હોવાની ચર્ચા છે. પતિ સામે મારપીટની ફરિયાદ કરવા સોલા પોલીસ સ્ટેશન પહોંચેલા મોનીકા મોદીના સીનીયર વકીલ અને પતિના વકીલ સાથે લાંબી વાટાઘાટો ચાલી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે પોલીસ સ્ટેશન સુધી વાત પહોંચતા જ બન્ને પતિ પત્નીના સીનીયર વકીલો પણ સોલા પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા હતા. ત્યારબાદ આ દંપતી વચ્ચે સમાધાનના પ્રયાસો શરૂ થયા હતા. જેમાં કાઊન્સીલની પણ મદદ લેવામાં આવી હતી. જેમાં સમાધાન માટે મોનીકા મોદીએ પતિ પાસે 200 કરોડની માંગણી કરી હોવાની ચર્ચા છે.
આ સમાધાનનો અમલ એક મહિનામાં કરીને નક્કી થયા મુજબની રકમ મોનીકાને આપવાનું નક્કી થયું હોવાનું કહેવાય છે. રાત્રે 3.30 વાગ્યા સુધી આ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો. દરમિયાન આ દંપતીનો પુત્ર કોની સાથે રહેશે તેની પણ ચર્ચા થઈ હતી. આથી તેમના પુત્રને પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યો હતો. જેમાં તેણે પિતા પાસે રહેવા માંગે છે, એમ કહ્યું હતું.
સુત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર મોનીકા મોદીએ ફરિયા ન નોંધાવવાની સામે 200 કરોડથી વધારે રકમની માગ કરી હતી. આ મામલે સમાધાનનો અમલ એક મહિનામાં કરવાનો તથા નક્કી થયા મુજબની રકમ આપવાની રહેશે, એવું નક્કી થયું હોવાનું કહેવાય છે.
એસ.જી.હાઈવે પર નિરમા યુનિવર્સિટી નજીક વૈભવી બંગલોમાં રહેતા રાજીવ મોદી અને મોનીકા મોદી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ખટરાગ ચાલી રહ્યો હતો. મોનીકા મોદીને શંકા છે કે તેમના પતિને એક મહિલા સાથે સંબંધ છે. 29 ઓગસ્ટે આ મુદ્દે બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -