ગોવિંદાએ હાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂરી બનાવી લીધી છે. પરંતુ તે તેમની પર્સનલ લાઇફને લઇને સતત ચર્ચામાં રહે છે. ગોવિંદા તાજેતરમાં જ એવું નિવેદન આપ્યું હતું કે, તે પણ એક સમયે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નેપોટિજ્મનો શિકાર બન્યા હતા.
તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં ગોવિંદાએ પર્સનલ અને પ્રોફેસનલ લાઇફ વિશે અનેક રાજ ખોલ્યા હતા. તેમણે કહ્યું કે, ફિલ્મોમાં કામ મેળવવા માટે બહુ લાંબો સંઘર્ષ કર્યો હતો.તેમણે તેમના ભત્રીજા અને ફેમસ કોમેડિયન કૃષ્ણા અભિષેક સાથે થયેલા વિવાદને મુદ્દે પણ વાત કરી હતી.
ગોવિંદાએ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખૂબ મોટી છે અને હું પણ નેપોટિજ્મનો શિકાર બન્યો હતો. તેમણે કહ્યું હતું કે, એક સમય હતો જ્યારે મને કામ મળતું બંધ થઇ ગયું હતું. મેં અમિતાભ બચ્ચનને પણ સંઘર્ષ કરતા જોયા છે. ઘણી વખત એવું બનતું હતું કે, તેઓ જ્યારે સ્ટેજ પર આવતા તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો ત્યાંથી ભાગી જતાં. મને તેનુ સમર્થન કરવાની સજા મળી હતી.
ઓટીટી પ્લેટફોર્મ પર જોવા મળશે ગોવિંદા
ગોવિંદાએ કહ્યું કે,' મેં અનેક સ્ટોરી અને સ્ક્રિપ્ટ વાંચી હતી. તેમાંથી કેટલીક સાઇન કરવાનો હતો, તો કેટલીક ફિલ્મ ખુદ બનાવવાનો પણ પ્લાન હતો. જો કે 2020માં કોવિડે દુનિયાના બધા જ પ્લાન બગાડી દીધા, જો કે હાલ ઓટીટી એક સારૂ પ્લેટફોર્મ છે. ઘણી કહાણી સાંભળી છે તેમાં એક પર કામ કરવાનું પ્લાનિંગ છે. ફિલ્મોને લઇને હાલ દષ્ટીકોણ બદલાઇ ગયું છે. લોકો હવે વિશ્વસ્તરીય સિનેમા જોવા માંગે છે અને વર્ષ 2021 વિશ્વ સિનેમા માટે સારૂ વર્ષ સાબિત થશે'
કૃ્ષ્ણા મુદ્દે ગોવિંદે કઇ મોટી વાત કરી
કૃષ્ણા અભિષેક દ્વારા ગોવિંદાનો મજાક ઉડાવવાના મુદ્દે ખુદ ગોવિંદાએ કહ્યું હતું કે, "તે બહુ સારો છોકરો છે, તે આવું કેમ અને કોના કહેવાથી કરી રહ્યો છે, તે સમજાતું નથી પરંતુ તેનાથી તેમની જ ઇમેજ ખરાબ થઇ રહી છે. તેમણે તે સમજવું જોઇએ"