એસ્ટ્રેજેનેકા કોરોના વેક્સિનેશન બાદ શરીરમાં બ્લડ બ્લોટિંગની વાત સામે આવતા કેટલાક દેશોએ આ વેક્સિન પર પ્રતિબંઘ લગાવી દીધો છે પરંતુ શનિવારે નિષ્ણાતોએ આ મુદ્દે કેટલીક સ્પષ્ટતા કરી છે. કંપનીએ કહ્યું છે કે. જે લોકોને વેક્સિન અપાઇ ચૂકી છે. તેમાના શરીરમાં આ પ્રકારના કોઇ રિએકશન જોવા નથી મળી રહ્યાં. 


કંપનીએ કહ્યું કે, "બ્રિટન અને યૂરોપિયન યુનિયનમાં એક કરોડ સત્તર લાખ લોકોના સાવધાની પૂર્વક કરવામાં આવેલા સેફ્ટી ડેટા રિવ્યૂમાં લોહી જામવાની કોઇ ફરિયાદ સામે નથી આવી. જો કે  એસ્ટ્રેજેનેકા વેક્સિનેશન બાદ લોહી જામવાની ખબર આવતા ડેનમાર્કે એસ્ટ્રેજેનેકા કોરોના વેક્સિનેશન પર પ્રતિબંધ લગાવી દીધો હતો. 


ત્યારબાદ ઓસ્ટ્રેલિયા, ઇટલી, બુલ્ગરિયા, રોમાનિયા, એસ્ટોનિયા, લિથુઆનિયા. લકઝમબર્ગ, બાલવિયા અને ગૈર યુરોપીય સંઘના નોર્વે અને આઇસલેન્ડલે પણ આવો જ નિર્ણય કર્યો હતો. ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે મળીને એસ્ટ્રેજેનેકાએ કોવિડ-19 સામે લડલા માટે વેક્સિન વિકસિત કર્યું છે. 


ઓક્સફોર્ડના કોવિડ-19 વેક્સિનેશનના ખતરનાક દુષ્પ્રભાવથી ચિંતિત ભારત કોવિશીલ્જ અને કોવેક્સિનની રસી મૂકાયા બાદ થયેલા મોત અને તેના રિએકશનનું મુલ્યાંકન કરી રહ્યો છે. આ પ્રક્રિયા સાથે જોડાયેલા એક વૈજ્ઞાનિકે શનિવારે આ મુદ્દે જાણકારી આપી હતી. 


ડેનિશ સમાચાર એજેન્સી રિટ્રજાઉના મત અનુસાર એસ્ટ્રેજેનેકા  વેક્સિનેશન બાદ લોહી જામી જવાનો અહેવાલ સામે આવ્યો હતો ઉપરાંત એક 60 વર્ષિય મહિલાના મોતના પણ સમાચાર આવ્યા હતા. હાલ ફ્રાંસ, પોલેન્ડ, નાઇઝીરિયાએ કહ્યું છે કે, વેક્સિનેશનની પ્રક્રિયા ચાલું રાખીશું અને રાષ્ટ્ર નિયામક આ સંબંઘિત તપાસ કરશે.