Grammy Awards 2025: 67મા ગ્રેમી એવોર્ડ સમારોહ લોસ એન્જલસના ડાઉનટાઉનમાં ક્રિપ્ટોટાઉન એરિના ખાતે યોજાયો હતો. આ ઇવેન્ટને ટ્રેવર નોઆએ હોસ્ટ કર્યો હતો. સંગીત જગતના પ્રતિભાશાળી કલાકારો અને પોપ સંગીતના મોટા દિગ્ગજોનું સન્માન કરવામાં આવ્યું હતું. 'કાઉબોય કાર્ટર' માટે બેયોન્સે બેસ્ટ કન્ટ્રી આલ્બમનો એવોર્ડ જીત્યો હતો. સબરીના કાર્પેન્ટરને બેસ્ટ પોપ વોકલ આલ્બમ એવોર્ડ મળ્યો હતો.
બેયોન્સ કેમ ચોંકી ગઈ?
ચંદ્રિકા ટંડન, Wouter Kellerman, Eru Matsumotoએ 'ત્રિવેણી' માટે બેસ્ટ ન્યૂ એજ આલ્બમનો ગ્રેમી એવોર્ડ મળ્યો હતો. બિયોન્સેને તેના પ્રખ્યાત આલ્બમ 'કાઉબોય કાર્ટર' માટે સૌથી વધુ (11) નોમિનેશન મળ્યા હતા. તેણીએ પોતાની કારકિર્દીમાં 32 ગ્રેમી એવોર્ડ જીત્યા છે. બેસ્ટ કન્ટ્રી આલ્બમ જીત્યા પછી તે ચોંકી ગઈ હતી. આ જીત માટે તેણે ભગવાનનો આભાર માન્યો હતો. તેણીએ કહ્યું કે તેણીને આની અપેક્ષા નહોતી.
વિજેતાઓની સંપૂર્ણ યાદી
-બેસ્ટ કન્ટ્રી આલ્બમ (કાઉબોય કાર્ટર સોંગ) - બિયોન્સ
-બેસ્ટ પોપ વોકલ આલ્બમ (શોર્ટ એન્ડ સ્વીટ સોંગ) - સબરીના કાર્પેન્ટર
-બેસ્ટ કંન્ટ્રી સોંગ - કેસી મુસગ્રેવ્સ
-બેસ્ટ ન્યૂ આર્ટિસ્ટ- ચાપેલ રોઅન
-બેસ્ટ લેટિન પૉપ આલ્બમ (લાસ મુજેરેસ યા નો લોરન) - શકીરા
--બેસ્ટ કન્ટ્રી ડ્યુઓ/ગ્રુપ પર્ફોર્મન્સ (II મોસ્ટ વોન્ટેડ) - બિયોન્સ અને માઇલી સાયરસ
-બેસ્ટ રેપ આલ્બમ (એલિગેટર બાઇટ્સ નેવર હીલ સોંગ) - ડોએચી
-બેસ્ટ ગોસ્પેલ પ્રદર્શન/ગીત - એક હેલલુજાહ
-બેસ્ટ સોંગ રાઇટર ઓફ ધ યર (નોન ક્લાસિકલ) - એમી એલન
-બેસ્ટ રોક આલ્બમ (હેકની ડાયમંડ્સ સોંગ) - ધ રોલિંગ સ્ટોન
- બેસ્ટ રેપ પર્ફોર્મન્સ - નોટ લાઈક અસ - કેન્ડ્રિક લેમર
-બેસ્ટ રૈપ સોંગ- નોટ લાઈક અસ, કેન્ડ્રિક લેમર
-બેસ્ટ જૈજ વોકલ આલ્બમ - અ જોયફુલ હોલિડે - સમારા જોય
-બેસ્ટ જૈજ ઇન્સ્ટ્રુમેન્ટલ આલ્બમ - રિમેમ્બરન્સ, ચિક કોરિયા અને બેલા ફ્લેક
- બેસ્ટ ટ્રેડિશનલ પોપ વોકલ આલ્બમ - વિઝન, નોરા જોન્સ
-બેસ્ટ કન્ટેમ્પરરી ઇન્સ્ટ્રુમેન્ટલ આલ્બમ - પ્લોટ આર્મર, ટેલર એગ્સ્ટી
આ સાથે ગ્રેમી એવોર્ડ્સની રાત્રિ ખૂબ જ યાદગાર રહી હતી. આ એવોર્ડ શોમાં ઘણા સ્ટાર્સે ખાસ પર્ફોર્મન્સ પણ આપ્યા અને તેમના પર્ફોર્મન્સે ઇવેન્ટની શોભા વધારી દીધી. ગ્રેમી એવોર્ડ વિજેતા સબરીના કાર્પેન્ટરે વાદળી ડ્રેસમાં પરી જેવો દેખાવ કરીને સ્ટેજ પર રંગ ઉમેર્યો હતો. તેણે ફરી એકવાર પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી બધાના દિલ જીતી લીધા. સબરીના ઉપરાંત શાબૂઝે, ડોએચી બેન્સન અને ચેપલ રોઅન જેવી હસ્તીઓએ સ્ટેજ પર તેમના શાનદાર પ્રદર્શનથી ગ્રેમી નાઇટ્સમાં ગ્લેમર ઉમેર્યું.