આયુષ્માન ભારત યોજના હેઠળ સરકારે 70 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને પણ સામેલ કર્યા છે. જે હેઠળ લાભાર્થીઓ 5 લાખ રૂપિયા સુધીની સારવાર મફતમાં મેળવી શકે છે. આ યોજના માટે લાયક લોકોએ આયુષ્માન વય વંદના કાર્ડ બનાવવું પડશે.

Continues below advertisement






આયુષ્માન વય વંદના કાર્ડ ઓનલાઈન બનાવી શકાય છે


70 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો કે જેઓ આયુષ્માન વય વંદના કાર્ડ મેળવવા માંગે છે તેઓ ઘરેથી ઓનલાઈન અરજી કરીને પોતાનું કાર્ડ બનાવી શકે છે. જેના વિશે નેશનલ હેલ્થ ઓથોરિટીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કરીને માહિતી આપી.






ઘરે બેઠા ઓનલાઈન આયુષ્માન વય વંદના કાર્ડ મેળવવા માટે પહેલા ગૂગલ પ્લે સ્ટોર પર જાઓ. આ પછી આયુષ્માન એપ શોધીને ઇન્સ્ટોલ કરવાની રહેશે. હવે તમારે ઓપરેટર અને લાભાર્થી તરીકે લોગ ઇન કરવું પડશે. આ પછી કેપ્ચા કોડ દાખલ કરીને તમારા રજિસ્ટર્ડ નંબરને પ્રમાણિત કરો.


ફરજિયાત ઈ-કેવાયસી


લોગ ઇન કર્યા પછી, e-KYC પ્રક્રિયા પૂર્ણ કરો. આ માટે તમારે લાભાર્થી વિકલ્પ પર જવું પડશે અને આધાર નંબર દાખલ કરવો પડશે. આ પછી તમારે લાભાર્થી પસંદ કરવાનું રહેશે, જેના માટે ચેકબોક્સ પર ક્લિક કરો.


કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું


આ પ્રક્રિયાને અનુસર્યા પછી તમારે વેરિફિકેશન કરવું પડશે. જેના માટે મોબાઈલ નંબર અને OTP દાખલ કરવાનો રહેશે. આ પછી, e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ફોટો અને અન્ય માહિતી દાખલ કરો. આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી કાર્ડ ડાઉનલોડ થઈ જશે.


આ ઉપરાંત અન્ય પ્રશ્નોના જવાબો માટે તમે સત્તાવાર વેબસાઇટ https://nha.gov.in/PM-JAY ની મુલાકાત લઈ શકો છો. જો તમે ઇચ્છો તો તમે તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટરમાં પણ જઈ શકો છો અને આયુષ્માન વય વંદના કાર્ડ સંબંધિત પ્રશ્નોના જવાબો મેળવી શકો છો.


પરિવારના કેટલા વૃદ્ધોને લાભ મળશે?


10 વર્ષથી વધુ ઉંમરના લોકો આયુષ્માન વય વંદના કાર્ડ માટે અરજી કરી શકે છે પછી ભલે તેમના પરિવારમાં પહેલાથી જ કોઈ લાભાર્થી હોય કે ન હોય. 'આયુષ્માન કાર્ડ'નો લાભ પરિવારના ધોરણે આપવામાં આવે છે.


આ માટે 70 વર્ષથી વધુ ઉંમરના એક વ્યક્તિએ નોંધણી કરાવવી પડશે, ત્યારબાદ પરિવારના અન્ય વડીલોના નામ ઉમેરી શકાય છે. 5 લાખ રૂપિયાની મર્યાદા એક પરિવાર માટે છે. બધા વરિષ્ઠ નાગરિકોને 5 લાખ રૂપિયાનું અલગ કવરેજ મળશે નહીં.


રેશન કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર: 15 ફેબ્રુઆરીથી નિયમો બદલાશે, લાખો લોકોને થશે અસર