Grand Royal Wedding: પ્રિંયકા-નિક જે રૂમમાં રોકાયા છે તેનું એક દિવસનું ભાડું કેટલું છે? જાણો વિગત
પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્ન માટે 29 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી આખી હોટલનું બુકિંગ કરવામાં આવ્યું છે. આ દરમિયાન કોઈ પણ અન્યને હોટલમાં રૂમ આપવામાં આવશે નહીં. તાજ ઉમેદ ભવન પેલેસને કુલ ચાર દિવસ માટે બુક કરવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅહીં એક ડિસેમ્બરે નિક જોનાસ અને પ્રિયંકા ચોપરાના ક્રિશ્ચિયન રીત રિવાજો પ્રમાણે લગ્ન કરવામાં આવશે. ત્યાર બાદ 2 ડિસેમ્બરે બન્ને હિંદુ રિત રિવાજો પ્રમાણે સાત ફેરા લેશે.
આ હોટલ વર્ષ 1943માં બની હતી. આ પેલેસ એટલો આલિશાન છે કે અહીં પર લોકો વિદેશોથી પણ લગ્ન કરવા માટે આવે છે.
સુત્રો પ્રમાણે, ઉમેદ ભવન પેલેસને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યો છે. જેમાં એક ભાગમાં લક્ઝુરિયસ તાજ હોટલ છે જે ઘણાં વર્ષોથી છે. બીજો ભાગ લગ્ન માટે છે અને ત્રીજો ભાગ સંગ્રહાલય છે.
આ શ્યુટનો ડાયનિંગ એરિયા છે. આ હોટલની ખાસ વાત એ છે કે આમાં 347 રૂમ્સ છે.
આ લગ્ન માટે ઉમેદ ભવન પેલેસ ભવ્ય રીતે સજાવવામાં આવ્યો છે.
સુત્રો પ્રમાણે, અહીં રોકાવવા માટે એક દિવસનું ભાડું લગભગ 40,000 રૂપિયા છે.
સુત્રો પ્રમાણે, અહીં રોકાવવા માટે એક દિવસનું ભાડું લગભગ 40,000 રૂપિયા છે.
આ તસવીર મહારાજા શ્યુટની છે જેમાં નિક જોનાસ રોકાયો છે.
આ તસવીરો મહારાણી શ્યુટની છે જેને પ્રિયંકા ચોપરાએ રહેવા માટે બુક કરાવ્યો છે. આ તસવીરો જોઈને તમને અંદાજ આવી શકે છે કે આ પેલેસ કેટલો આલિશાન છે.
પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ પરિવાર સાથે જોધપુર પહોંચી ચૂક્યા છે. 2 ડિસેમ્બર સુધી સતત લગ્નનું ફંક્શન યોજાશે. જોધપુરના ઉમેદ ભવન પેલેસના મહારાણી શ્યુટ અને મહારાજ શ્યુટની તસવીરો જ્યાં પ્રિયંકા અને નિક રોકાયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -