જયપુર: ગુરૂવારે ‘કસોટી જિંદગી કી 2’ અને ‘નજર’ જેવી સીરિયલમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી સોન્યા અયોધ્યા પોતાના બોયફ્રેન્ડ હર્ષ સિમોર સાથે લગ્નગ્રંથીથી જોડાઈ હતી. બુધવારે પિંક સીટીમાં ડેસ્ટિનેશન વેડિંગમાં મહેંદી અને સંગીત કાર્યક્રમ યોજાયો હતો જ્યાં બે પરિવાર વચ્ચે પોલો મેચ પણ રમાઈ હતી. ગુરુવારે સોન્યા અને હર્ષે સાત ફેરાને લગ્નના બંધનમાં બંધાયા હતાં.


ઉલ્લેખનીય છે કે સોન્યા અયોદ્ધયા અને હર્ષ સિમોર બંને એકબીજાને દોઢ વર્ષથી ડેટ કરી રહ્યા હતા. આ અવસર પર ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની અનેક હસ્તીઓ હાજર રહી હતી. આ લગ્ન પ્રસંગે મિત્રોએ ખૂબ જ મસ્તી કરી હતી.

‘કસોટી જિંદગી કી 2’ની એક્ટ્રેસ સોન્યા અયોધ્યા ઓક્ટોબરમાં જ પોતાના લગ્નની જાહેરાત કરી ચૂકી હતી. બંને જણાના લગ્નની વાતો છેલ્લા 6 મહિનાથી ચર્ચામાં હતી અને આખરે તેમણે આ અંગે જાહેરાત કરી હતી.


સોન્યાએ હર્ષ સાથે પોતાની પહેલી મુલાકાત વિષે જણાવ્યું હતું કે, તે કેટલાંક વર્ષો પહેલા એક કમર્શિયલ શૂટિંગ દરમિયાન તેની મુલાકાત હર્ષ સાથે થઈ હતી. ત્યારે સોન્યાને લાગ્યું હતું કે, હર્ષ સ્પોર્ટબોય છે પરંતુ થોડીવારમાં તેને સમજાયું કે, તે ક્રૂ મેમ્બર નથી પણ તે અહીં પોતાના મિત્રને મદદ કરવા માટે આવ્યો છે.

સોન્યાના કેરિયરની વાત કરીએ તો ‘કસોટી જિંદગી કી 2’માં તેણે તનવીનું પાત્ર ભજવ્યું હતું જેમાં તે મિસ્ટર બજાજ સાથે પૈસાના માટે લગ્ન કરવા માંગતી હોય છે. સીરિયલમાં સોન્યાની એક્ટિંગને લોકોએ બહુ જ વખાણી હતી.


ત્યારે સોન્યાએ તેના લગ્નની તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મૂકી હતી. જેને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી. ડાયનમાં પણ સોન્યાએ રૂબી નામના નેગેટિવ પાત્રને ભજવ્યું હતું. ત્યારે આ લગ્નમાં કસોટીના સ્ટાર્સ સમેત કુંડલી ભાગ્યાના અને ટીવી જગતના અન્ય કલાકારોએ પણ હાજરી આપી હતી.