Mimi Chakraborty On Fly Emirates: જો આપણે બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી ફેમસ એક્ટ્રેસની વાત કરીએ તો તેમાં ચોક્કસપણે મિમી ચક્રવર્તીનું નામ સામેલ થશે. ફિલ્મી દુનિયાથી લઈને રાજનીતિના ગલિયારા સુધી મિમી ચક્રવર્તી ખૂબ જ ફેમસ છે. આ દરમિયાન મિમી ચક્રવર્તીનું નામ એક નવા વિવાદમાં ગરમાયું છે. મિમી ચક્રવર્તીનો આ વિવાદ પ્રખ્યાત એરલાઈન્સ ફ્લાય અમીરાત સાથે થયો છે. અભિનેત્રીના ફૂડમાં વાળ આવતાં તેણે એરલાઈન્સનો ક્લાસ લીધો છે.


ફ્લાય અમીરાત પર મિમી ચક્રવર્તીનો ગુસ્સો ફાટી નીકળ્યો


મંગળવારે મિમી ચક્રવર્તીએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર નવીનતમ તસવીરો શેર કરી. મિમી ચક્રવર્તીના આ ફોટા આ એરલાઈન્સમાં ઉપલબ્ધ ફૂડના છે, જેમાં જમતી વખતે મિમીના જમવામાં વાળ દેખાઈ રહ્યો છે. જમવામાં વાળ આવતા જ મિમીનો ગુસ્સો ફાટી નીકળ્યો અને તે ફલાય અમીરાત પર ભડકી ઉઠી અને ખરીખોટી સાંભળવી દીધી.






મિમી ચક્રવર્તીએ લગાવી ફટકાર 


આ બાબતને લઈને મિમી ચક્રવર્તીએ આ ટ્વિટમાં લખ્યું છે- પ્રિય અમીરાત, મને લાગે છે કે તમે ખૂબ મોટા થઈ ગયા છો, તમારી સાથે મુસાફરી કરી રહેલા લોકોની તમને બિલકુલ પરવા નથી. મારા મતે, ખોરાકમાં વાળ મળવો એ સારી બાબત નથી. મેં તમારી ટીમને આ બાબતે મેઈલ કર્યો છે, પરંતુ સંભવતઃ તમારી તરફથી માફી માંગવી કે કોઈ જવાબ આપવો જરૂરી નથી. હું જ્યારે જમતી હતી ત્યારે તમે આપેલા ભોજનમાંથી વાળ નીકળ્યો હતો. જો તમે કાળજી રાખતા હોવ તો સંપૂર્ણ વિગતો સાથે મારો મેઇલ જુઓ. આ રીતે મિમી ચક્રવર્તીએ અમીરાત એરલાઈન્સને ફટકાર લગાવી છે.






લોકોએ આવી પ્રતિક્રિયાઓ આપી હતી


મિમી ચક્રવર્તીના આ ટ્વિટ બાદ સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. એક ટ્વિટર યુઝરે કોમેન્ટ કરીને લખ્યું છે કે- તમારા પોતાના વાળ નાખીને ફોટો લો મેડમ, આ ટ્રીક હવે જૂની થઈ ગઈ છે, કંઈક નવું લાવો. અન્ય એક યુઝરે લખ્યું છે કે અમીરાતે ભૂલ કરી હશે, તેમણે વાળ લઈને ટેસ્ટ કરવા જોઈએ કે તે કોના વાળ છે.