વિરાટ કોહલી સાથે મેરેજ પહેલા આ ક્રિકેટર સાથે પણ અનુષ્કાનું જોડાયું હતું નામ, જાણો વિગત
વિરાટ કોહલીઃ ક્રિકેટર વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા આજે ભલે પતિ-પત્નિ હોય પરંતુ એક સમય એવો હતો કે તેમની સાથે સંકળાયેલી નાની વસ્તુ પણ હોટ ન્યૂઝ ગણાતી હતી. તેમના સંબંધમાં ઘણો ઉતાર-ચઢાવ પણ જોવા મળ્યો છે. એક વખત તો બંનેના બ્રેકઅપના પણ અહેવાલ આવ્યા છે. આજે આ કપલ હેપ્પી મેરિડ લાઇફ જીવી રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરેશ રૈનાઃ અનુષ્કાના નાનો ભાઈ સ્ટેટ લેવલનો ક્રિકેટર છે. આ કારણે તેને ક્રિકેટ પ્રત્યે વધારે આકર્ષણ છે. આ દરમિયાન સુરેશ રૈના સાથે તેની ઘનિષ્ઠતા વધી હતી. એક વખત રૈનાએ પણ સ્વીકાર્યું હતું કે બંને વચ્ચે ગાઢ દોસ્તી છે. જ્યારે અનુષ્કા અને વિરાટની નિકટતાના અહેવાલ મીડિયામાં આવ્યા ત્યારે રૈનાએ ખુદને અનુષ્કાથી અલગ કરી દીધો હતો. જે બાદ બંનેએ આ સંબંધને બેસ્ટ ફ્રેન્ડનું નામ આપ્યું હતું.
અર્જુન કપૂરઃ અર્જુન અને અનુષ્કા જૂહુના એક કોફી શોપમાં સાથે જોવામાં આવ્યા બાદ બી-ટાઉનમાં તેમની રિલેશનશિપના સમાચાર ફેલાયા હતા. આ ઉપરાંત બંને ઘણી જગ્યાએ સાથે ફરતા જોવા મળ્યા હતા.
રણબીર કપૂરઃ રણવીર સિંહ બાદ રણબીર કપૂર સાથે અનુષ્કાનું નામ જોડાયેલું હતું. કરણ જોહરની પાર્ટીમાં બંનેની મુલાકાત થયા બાદ નજીક આવ્યા હતા. જે સમયે તેઓ અનેક પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા. પરંતુ ધીમે ધીમે તેમની વચ્ચે અંતર વધી ગયું.
રણવીર સિંહઃ ‘બેંડ બાજા બારાત’ માં રણીવર સિંહ સાથે કામ કર્યું ત્યાં સુધીમાં અનુષ્કા બોલિવૂડમાં તેની ઓળખ બનાવી ચૂકી હતી. આ ફિલ્મ રણવીરની ડેબ્યૂ ફિલ્મ હતી. ફિલ્મમાં બંને વચ્ચે શૂટ થયેલા ઇન્ટીમેટ સીનની ઘણી ચર્ચા થઈ હતી. બંનેના રોમાંસના અહેવાલ પણ મીડિયામાં આવવા લાગ્યા હતા. ધીમે ધીમે બંનેના સંબંધ વણસવા લાગ્યા અને બ્રેકઅપ થઈ ગયું.
શાહિદ કપૂરઃ ‘બદમાશ કંપની’માં શાહિદ કપૂર સાથે કામ કર્યા બાદ તેનું નામ આ ચોકેલેટી હીરો સાથે જોડાયું હતું. આ સમયે શાહિદ કપૂરનું કરીના સાથે બ્રેકઅપ થઈ ગયું હતું. એક સાથે કામ કરવાના કારણે શાહિદ અને અનુષ્કા નજીક આવી ગયા. આ વાતનો ખુલાસો ફિલ્મ ‘મેરે બ્રધર કી દુલ્હન’માં થયો. જયાં બંનેને નજીક જોવામાં આવ્યા હતા.
જોએબ યુસૂફઃ રેમ્પ મોડલની દુનિયામાં જોએબ યુસૂફ જાણીતું નામ છે. આ બંનેની મુલાકાત બેંગ્લુરુમાં એક ફેશન શો દરમિયાન થઈ હતી. આ સમયે અનષ્કા મોડલિંગમાં કરિયર બનાવી રહી હતી. પરંતુ બોલિવૂડમાં બ્રેક મળતાં જ તેણે જોએબ સાથે છેડો ફાડી દીધો.
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા આજે 30 વર્ષની થઇ ગઇ છે. વિરાટ કોહલી સાથે મેરેજ કર્યા તે પહેલા તના જીવનમાં અડધો ડઝન પુરુષો આવ્યા હતા. જેના કારણે ઘણા લોકોએ તેને લવ અફેર્સ ક્વીનનું બિરુદ પણ આપ્યું હતું. આ લિસ્ટમાં એક નામ એવું પણ છે જે અંગે જાણીને તમે ચોંકી જશો. કારણકે તે પણ એક જાણીતો ક્રિકેટર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -