આ ઇન્ડિયન ક્રિકેટરે ફટકાર્યો IPL-11નો સૌથી લાંબો છગ્ગો, બીજા નંબર છે આ ખેલાડી
ધોની આ આઇપીએલ સિઝનમાં તે પોતાના અસલી રંગમાં જોવા મળી રહ્યો છે, જેમ કે તે પોતાની કેરિયરની શરૂઆતમાં રમતો હતો.
કૉમેન્ટેટર્સે જણાવ્યું કે, ધોની આજકાલ સતત જીમમાં પરસેવો પાડી રહ્યો છે. તે દરરોજ 3 કલાકથી વધુ જીમમાં સમય વિતાવે છે. આ કારણ છે કે એકવાર ફરી ધોની લાંબા છગ્ગા લગાવી રહ્યો છે. સોમવારે પણ તેને આ આઇપીએલનો બીજો સૌથી લાંબો છગ્ગો ફટકાર્યો હતો.
કેપ્ટન તરીકે રન બનાવવાના મામલે માહીએ ગૌતમ ગંભીરને પાછળ પાડી દીધો છે. ગંભીરના કેપ્ટનના રૂપમાં 3518 રન હતા, 22 બૉલમાં 51 રનની ઇનિંગ બાદ ધોનીના 3536 રન થઇ ગયા છે.
ધોની 8 મેચમાં 286 રનની સાથે આ સિઝનમાં સૌથી વધુ રન બનાવવાના મામલે 5માં નંબર પર છે.
સોમવારે ધોનીએ 200 થી વધુની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હતા.
સૌથી વધુ છગ્ગા લગાવવામા મામલે પણ ધોની 20 છગ્ગા સાથે 5માં નંબર પર છે. એક નંબર પર ચાલી રહેલા ગેલથી માત્ર 3 છગ્ગા જ પાછળ છે.
ધોનીએ 108 મીટર લાંબો છગ્ગો માર્યો, તેનાથી આગળ એબી ડિવિલિયર્સ છે. એબીડી વિલિયર્સે 111 મીટર લાંબો છગ્ગો માર્યો છે.
ધોનીના બેટથી સોમવારે મેચમાં આ સિઝનનો બીજો સૌથી લાંબો છગ્ગો નીકળ્યો હતો.
ધોનીએ આ મેચમાં કેટલાય રેકોર્ડ તોડી દીધા. છગ્ગા ફટકારવામાં પણ ધોની નંબર 2ની પૉઝિશન પર પહોંચી ગયો છે.
નવી દિલ્હીઃ આઇપીએલની 11મી સિઝનની 30મી મેચમાં ચેન્નાઇના કેપ્ટન મેહન્દ્ર સિંહ ધોનીનો જલવો બરકરાર રહ્યો, દર્શકોને ધોનીની આતશબાજી જોવા મળી. ચેન્નાઇ સુપર કિંગ્સે દિલ્હી ડેરડેવિલ્સને 13 રનોથી માત આપી દીધી.