HBD: સાઉથથી લઈને બોલિવૂડ સુધી પોતાની એક્ટિંગ કૌશલ્ય સાબિત કરનાર અભિનેત્રી તાપસી પન્નુ તેનો 35મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. તેમનો જન્મ 1 ઓગસ્ટ, 1987ના રોજ દિલ્હીમાં થયો હતો. તેણે પોતાનો અભ્યાસ પણ અહીંથી જ કર્યો હતો. પોતાના દમદાર અભિનયથી લોકોના દિલ જીતનારી આ અભિનેત્રી ફિલ્મોમાં આવતા પહેલા સોફ્ટવેર એન્જિનિયર હતી. આવી સ્થિતિમાં, તેમના જન્મદિવસના અવસર પર, ચાલો જાણીએ તેમના જીવન (તાપસી પન્નુ) સાથે જોડાયેલા રસપ્રદ તથ્યો વિશે.
તાપસી પન્નુએ દિલ્લીના અશોક વિહારની પબ્લિક સ્કૂલમાંથી સ્કૂલિંગ પૂર્ણ કર્યું. તેણે કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગમાં આગળનો અભ્યાસ કર્યો. કમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી, અભિનેત્રીએ મોડેલિંગમાં ઝુકાવ્યું.
તાપસી પન્નુ કમ્યુટર એન્જિનિયરનો કોર્ષ કર્યા પછી તરત જ અભિનય અને મોડેલિંગ તરફ વળી નહીં. તે પહેલા તે સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ પણ કર્યું હતું. આ પછી તે 2008માં મોડલિંગને અપનાવ્યું.અભિનય અને સોફ્ટવેર એન્જિનિયર ઉપરાંત તાપસી પન્નુને સ્પોર્ટ્સ પણ રસ છે. તેની પોતાની બેડમિન્ટન ટીમ પુણે 7 છે. તેની ટીમે પ્રીમિયર બેડમિન્ટન લીગમાં પણ ભાગ લીધો છે. તેનો કોચ અભિનેત્રીનો બોયફ્રેન્ડ મેથિયાસ બોઈ હતો.
આ સિવાય અભિનેત્રીએ 2018માં ફોર્બ્સની યાદીમાં પણ પોતાનું સ્થાન બનાવ્યું હતું. તાપસીએ 100માંથી 67મા સ્થાને પોતાનું સ્થાન બનાવ્યું હતું. તેમની ઇન્કમ 15.48 કરોડ છે. તાપસી પન્નુ પંજાબી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેની એક નાની બહેન શગુન પન્નુ પણ છે. તેણી તેની સાથેની શાનદાર બોન્ડ પણ શેર કરતી રહે છે, જે તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા ફોટામાં સ્પષ્ટપણે જોઈ શકાય છે.
'પિંક' અને 'હસીન દિલરૂબા' જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી તાપસી પન્નુને ઘરે તેને સૌ મેગી કહે છે. . આનું કારણ પણ ઘણું રસપ્રદ છે. તેના હેર કર્લી હોવાથી તેને ઘરમાં મેગી પણ કહેવામાં આવે છે.. તાપસીએ કથક અને ભરતનાટ્યમ પણ શીખ્યા છે.
તમને જણાવી દઈએ કે મોડલિંગમાં આવ્યા બાદ તાપસી પન્નુએ ઘણી બ્યુટી પેજન્ટ્સમાં પણ ભાગ લેવાની સાથે ખિતાબ પણ જીતી ચૂકી છે. તેણે ફેમિના મિસ ફ્રેશ ફેસ અને સેફી ફેમિના મિસ બ્યુટીફુલ સ્કિનનો ખિતાબ પણ જીત્યો હતો.
તાપસી પોતાની વેડિંગ પ્લાનર ઈવેન્ટ કંપની પણ ચલાવે છે. તેનું નામ વેડિંગ ફેક્ટરી છે. જેમાં તેના બે ભાગીદાર છે. જેમાં એક તેમની બહેરન બહેન શગુન જ છે.