India Corona Cases Today: ભારતમાં ઓગસ્ટ મહિનાના પ્રથમ દિવસે કોરોના કેસમાં મોટો ઘટાડો થયો છે.  સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 16,464 નવા કેસ નોંધાયા છે અને 39 સંક્રમિતોના મોત થયા છે. દેશમાં એક્ટિવ કેસનો આંકડો ઘટીને 1,43,989 થયો છે, જ્યારે કુલ મૃત્યુઆંક 5,26,396 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 4,33,65,890 લોકો કોરોના મુક્ત થયા છે. દેશમાં કુલ 204,34,03,676 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 8,34,167 ડોઝ ગઈકાલે અપાયા હતા.


જુલાઈ મહિનામાં નોંધાયા 5.40 લાખથી વધુ કેસ


દેશમાં કોરોનાને નાથવા હાલ સરકાર દ્વારા ફ્રીમાં બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે. જોકે તેમ છતાં દેશમાં જુલાઈ મહિનામાં 5.40 લાખથી વધારે કેસ નોંધાયા હતા. જુલાઈ મહિનામાં 22 જુલાઈના રોજ સૌથી વધુ 21,880 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 23 જુલાઈએ મહિનાના સૌથી વધુ 67 સંક્રમિતોના મોત  થયા હતા. 5 જુલાઈએ સૌથી ઓછા 13,086 કેસ નોંધાયા હતા.




આ પણ વાંચો


Shrawan 2022: શ્રાવણના પ્રથમ સોમવારે અમદાવાદના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા


Commonwealth Games 2022 Medal Tally: કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે જીત્યા ત્રણ મેડલ, જાણો Medal Tallyમાં કોણ છે ટોચ પર


Weekly Horoscope: આજે છે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર, આ અઠવાડિયું આ રાશિના જાતકો પર રહેશે મહાદેવની કૃપા, જાણો તમારું રાશિફળ