આ હોટ એક્ટ્રેસને કારણે હાર્દિક પંડ્યા-અલી અવરામ થયા અલગ, જાણો વિગતો
મુંબઇઃ ક્રિકેટર અને એક્ટ્રેસની લવસ્ટોરી અનેક છે. એવામાં ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને અલી અવરામના બ્રેકઅપને લઇને રિપોર્ટ સામે આવી રહ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે, હાર્દિક પંડ્યા બોલિવૂડની એક હોટ એક્ટ્રેસની નજીક આવતા એલી અવરામ હાર્દિકથી અલગ થઇ ગઇ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબંન્ને અનેક વખત એકસાથે જોવા મળી ચૂક્યા છે. જોકે, હવે બંન્ને અલગ થઇ ગયા હોવાની વાત સામે આવી છે. હવે એવા રિપોર્ટ્સ સામે આવ્યા છે કે અલી અને હાર્દિકના અલગ પડવા પાછળ બોલિવૂડની હોટ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા જવાબદાર છે. ઉર્વશી સાથે હાર્દિકનો સંબંધ વધતા અલી અલગ થઇ ગઇ છે.
તે સિવાય અનેક રિપોર્ટ્સમાં અલી અને હાર્દિકના અલગ પડવા પાછળ પરિણિતા ચોપરાને જવાબદાર માને છે. હાર્દિક અને પરિણીતી ચોપરા વચ્ચે પણ અફેરની ચર્ચા ચાલી હતી. જોકે, આ વાતની કોઇએ પુષ્ટી કરી નથી.
હાર્દિક પંડ્યા અને અલી અવરામના અફેરના રિપોર્ટ ત્યારે સામે આવ્યા હતા જ્યારે અલી હાર્દિકના મોટાભાઇ કૃણાલ પંડ્યાના લગ્નમાં સામેલ થવા પહોંચી હતી. બાદમાં બંન્ને વચ્ચે સતત નજીક આવવા લાગ્યા. જોકે, બંન્નેએ ક્યારેય જાહેરમાં પોતાના સંબંધનો સ્વીકાર કર્યો નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -