અજય દેવગનને થઈ છે ગંભીર બિમારી, પહેલાં સચિનને પણ થયેલી, કલ્પના કરો તેવી યાતના પડે છે ભોગવવી, જાણો વિગત
ઉલ્લેખનીય છે કે, ટૉટલ ધમાલ ફિલ્મમાં અનિલ કપૂર અને માધુરી દીક્ષિતની જોડી સિલ્વર સ્ક્રીન પર 18 વર્ષ બાદ પરત ફરી રહી છે. બન્ને ઇન્દર કુમારની ફિલ્મ 'ટૉટલ ધમાલ'માં જોવા મળશે. બન્નેએ આ એડવેન્ચર-કૉમેડી ફિલ્મનું શૂટિંગ શનિવારે મુંબઇમાં શરૂ કરી દીધું છે.
ખાસ કરીને ખેલાડીઓ અને યુવાનોમાં શારીરિક ગતિવિધિ દરમિયાન કાંડુ અને આંગળીઓની મૂવમેન્ટથી મસલ્સમાં ખેંચાણના કારણે કોહનીમાં સોજો આવી જાય છે. આ બિમારીને ટેનિસ એબ્લોના નામથી ઓળખવામાં આવે છે.
ટેનિસ એલ્બોને Lateral Epicondylitis પણ કહે છે. આ સમસ્યાથી માસ્ટર બ્લાસ્ટર સચિન તેદુલકર પણ હેરાન થઇ ચૂક્યો છે. આ સમસ્યાના કારણે કોહનીમાં જબરદસ્ત દુઃખાવો થાય છે. કોહનીનું હકડું તથા મસલ્સ પર વધુ દબાણ આવવાથી ટેનિસ એલ્બોની સમસ્યા થાય છે.
અજયને જર્મનીમાં ઇલાજ કરાવવાની સલાહ તેના કૉ-સ્ટાર અનિલ કપૂરે આપી છે. થોડાક દિવસો પહેલા તે આ સમસ્યામાંથી ગુજરી ચૂક્યો છે. ટેનિસ એલ્બૉના કારણે અજયને એટલી તકલીફ છે કે તે હાથથી કૉફીના કપ પણ નથી ઉઠાવી શકતો. આવામાં શૂટિંગ કરવું પણ મુશ્કેલ થશે.
નવી દિલ્હીઃ બૉલીવુડ એક્ટર અજય દેવગન આજકાલ ટૉટલ ધમાલની શૂટિંગમાં વ્યસ્ત છે. પણ આ બધાની વચ્ચે સતત ટાઇટ શિડ્યૂલના કારણે અજય દેવગને તેને જબરદસ્ત દુઃખાવો થવાની ફરિયાદ કરી છે. સ્પૉટબૉયના રિપોર્ટ અનુસાર, અજય દેવગનને ટેનિસ એલ્બૉની ફરિયાદ છે. આના ઇલાજ માટે તેને જર્મની પણ જવુ પડી શકે છે.