'તેરી મેરી કહાની' ગીત ગાવા પર હિમેશ રેશમિયાએ રાનૂ મંડલને આપ્યા આટલા બધા રૂપિયા, રકમ જાણીને તમે પણ ચોંકી જશો.....
abpasmita.in | 28 Aug 2019 11:23 AM (IST)
રાનૂ મંડલને 'તેરી મેરી' ગાવા માટે મસમોટી રકમ આપવામાં આવી છે, હિમેશે રાનૂને ગીત માટે લગભગ 6-7 લાખ રૂપિયા ઓફર કર્યા છે
મુંબઇઃ પશ્ચિમ બંગાળના રાણાઘાટ રેલવે સ્ટેશન પર સ્વર કોકિલા લત્તા મંગેશકરનું ફેમસ ગીતો ગાઇને પોતાનુ જીવન ગુજારતી રાનૂ મંડલની કિસ્મત બદલાઇ ગઇ છે. તાજેતરમાં જ રાનૂ મંડલ 'એક પ્યાર કા નગમા હૈ' ગાઇને રાતોરાત સુપરસ્ટાર બની ગઇ, પોતાના એક વીડિયોના કારણે આખા દેશમાં રાનૂ મંડલે દમદાર ઓળખ બનાવી લીધી છે. રેલવે સ્ટેશન પરથી સીધી બૉલીવુડમાં એન્ટ્રી કરી દીધી છે. હવે રિપોર્ટ છે કે, સિંગર હિમેશ રેશમિયાએ રાનૂ મંડલે આ ગીત ગાવા માટે તેને પોતાની પહેલી સેલેરી આપી દીધી છે, જેની રકમ વધુ હોવાના કારણે રાનૂને ઇનકાર કરી દીધી છે. રાનૂની પહેલી સેલેરીનો ખુલાસો થઇ ગયો છે જેને જાણ્યા પછી તમે પણ ચોંકી જશો. રિપોર્ટનુ માનીએ તો રાનૂ મંડલને હિમેશ રેશમિયાની અપકમિંગ ફિલ્મ 'હેપ્પી હોર્ડિ એન્ડ હીર'ના ગીત 'તેરી મેરી' ગાવા માટે મસમોટી રકમ આપવામાં આવી છે, હિમેશે રાનૂને ગીત માટે લગભગ 6-7 લાખ રૂપિયા ઓફર કર્યા છે. રિપોર્ટ એવા છે કે હિમેશે રાનૂને જબરદસ્તીથી પૈસા આપ્યા, કેમકે રાનૂ લેવાની ના પાડતી હતી, અને કહ્યું કે, બૉલીવુડમાં તમને સુપરસ્ટાર બનતા કોઇ નહીં રોકી શકે. ખાસ વાત છે કે તાજેતરમાં જ રાનૂ ટીવી સિંગિંગ શૉ સુપર સિંગિંગના સ્ટેજ પર જોવા મળી હતી. આ રિપોર્ટ વાયરલ છે એટલે તેની સ્પષ્ટતા હજુ બરાબર થઇ શકી નથી. રાનૂ કે હિમેશ તરફથી કોઇ વાત સામે આવી નથી. રાનૂનુ કહેવું છે કે આ તેની બીજી જિંદગી છે અને તેને બેસ્ટ બનાવવાની તમામ કોશિશ કરશે.