Hina Khan Breast Cancer: ટીવીની લોકપ્રિય અભિનેત્રી હિના ખાનના ચાહકો માટે એક આઘાતજનક સમાચાર છે. અભિનેત્રીને સ્તન કેન્સર થયું છે. હિના ખાનનું કેન્સર ત્રીજા તબક્કા પર છે અને તેમની સારવાર શરૂ થઈ ગઈ છે. અભિનેત્રીએ પોસ્ટ કરીને આ માહિતી આપી. તેમણે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ કરી છે અને ચાહકો પાસે ગોપનીયતાની વિનંતી કરી છે.


હિનાએ પોસ્ટ કરીને લખ્યું   'હું બધી અફવાઓને સંબોધિત કરવા માંગું છું. હું મારા ચાહકો અને જેઓ મને પ્રેમ કરે છે અને કાળજી રાખે છે તેમને કેટલાક મહત્વપૂર્ણ સમાચાર જણાવવા માંગું છું કે મને ત્રીજા તબક્કાનું સ્તન કેન્સર થયું છે. આ પડકારજનક બીમારી હોવા છતાં, હું બધાને જણાવવા માંગું છું કે હું સારી થઈ રહી છું. હું મજબૂત, દૃઢ નિશ્ચયી અને આ બીમારી સામે લડવા માટે તૈયાર છું. મારી સારવાર શરૂ થઈ ગઈ છે. હું આની સામે લડવા માટે જે જરૂરી છે તે બધું કરવા તૈયાર છું.'


આગળ હિનાએ લખ્યું   'હું મારા ચાહકોને આ સમયે ગોપનીયતા અને આદરની વિનંતી કરી રહી છું. હું તમારા પ્રેમની કદર કરું છું. આ નકારાત્મક યાત્રામાં તમારા વ્યક્તિગત અનુભવો અને સહાયક સૂચનો મારા માટે આખી દુનિયા છે. મારું કુટુંબ અને હું સંપૂર્ણપણે સકારાત્મક છીએ. અમને આશા છે કે હું આમાંથી બહાર નીકળીશ. મને આશા છે કે હું આમાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થઈને નીકળીશ. કૃપા કરી તમારો પ્રેમ અને પ્રાર્થનાઓ મોકલો.'






હિના ખાનના કારકિર્દીની વાત કરીએ તો અભિનેત્રીએ રાજન શાહીના લોકપ્રિય શો 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'થી પોતાની સફર શરૂ કરી હતી. આ શોએ તેમને ખૂબ નામના અને પ્રસિદ્ધિ આપી. સિરિયલમાં તે અક્ષરાના પાત્રમાં હતી. આજે પણ લોકો તેમને અક્ષરાના નામથી ઓળખે છે. આ શો પછી તે બિગ બોસમાં દેખાઈ. બિગ બોસે તેમની સીધી સાદી વહુની છબીને સંપૂર્ણપણે તોડી નાખી. અહીંથી હિના ખાન ફેશન ઇન્ફ્લુએન્સર બની ગઈ.


હિનાએ નાગિન જેવો સુપરનેચરલ શો પણ કર્યો છે. તેણે ફિલ્મ 'હેક્ડ'થી બોલીવુડ ડેબ્યૂ પણ કર્યું હતું. થોડા સમય પહેલા તેમની 'શિંદા શિંદા નો પાપા' રિલીઝ થઈ હતી.