બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંક ચોપડા પતિ નિક જોનાસ સાથે હાલ ભારતમાં છે. તેઓ હોળીના તહેવારનો આનંદ માણી રહ્યા છે.  આ દરમિયાન પ્રિયંકા ચોપડાએ પતિ નિક જોનાસ સાથે હોળીના રંગમાં રંગાયા હોવાની તસવીર શેર કરી છે.


પ્રિયંકાએ તસવીર શેર કરીને લખ્યું, અમે પાછલા કેટલાક દિવસોથી રંગમાં જીવીએ છીએ. નિકની પહેલી હોળી હોવાથી ખાસ બનાવવામાં આવી હતી. ઉજવણી કરી રહેલા દરેકને હોળી હેપ્પી એન્ડ સેફ હોલી.


થોડા દિવસો પહેલા મુકેશ અંબાણીની દીકરા ઈશા અંબાણીએ મુંબઈ સ્થિત તેના ઘરે હોળી પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં પ્રિયંકા-નિક સહિત બોલિવૂડના અનેક સ્ટાર સામેલ થયા હતા.

ઈશા અંબાણીના ઘરે યોજાયેલી પાર્ટીમાં પ્રિયંકાએ પીળા રંગનો ડ્રેસ પહેર્યો હતો, જ્યારે નિક ભારતીય પારંપરિક પોષાકમાં નજરે પડ્યો હતો. પ્રિયંકા અને નિક હોળીના રંગમાં પૂરી રીતે રંગાઈ ગયા હતા. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)

પિતા માધવરાવના પગલે ચાલ્યો જ્યોતિરાદિત્ય, કોંગ્રેસને કહ્યું અલવિદા

હાર્દિક પંડ્યાએ મંગેતર સાથે ઉજવી હોળી, ભાઈ કૃણાલ અને ભાભી પણ હતા સાથે, જુઓ તસવીરો