પાછલા ઘણા દિવસોથી હોલીવૂડના એક્ટર વિલ સ્મિથનું નામ ચર્ચામાં છે. ધ મેન ઈન બ્લેકના અભિનેતા વિલ સ્મિત આમ તો ઘણો પ્રસિદ્ધી ધરાવતો એક્ટર છે અને દુનિયાભરમાં તેની મોટી સંખ્યામાં ફેન ફોલોઈંગ છે. લોકો તેના સારા અભિનય અને ફિલ્મોના પ્રસંશક રહ્યા છે. પરંતુ હાલ વિલ સ્મિથ પોતાના અભિનય માટે નહી પણ, ઓસ્કરથી જોડાયેલા વિવાદના કારણે સમાચારોમાં ચમકી રહ્યો છે. આ બધાની વચ્ચે હવે બીજા એક ખરાબ સમાચાર આવી રહ્યા છે જેણે તેના ચાહકોને ઝટકો આપ્યો છે.
હવે સમાચાર મળી રહ્યા છે કે, હોલીવૂડના મશહૂર એક્ટર વિલ સ્મિતે અકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાઈંસેજના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. કહેવાઈ રહ્યું છે કે, આ પગલું તેમણે ઓસ્કર એવોર્ડ શોના હોસ્ટ ક્રિસ રોકને થપ્પડ માર્યા બાદ થયેલા વિવાદના કારણે ભર્યું છે. વિલ સ્મિથ દ્વારા ગત શુક્રવારે એક નિવેદન પણ જાહેર કરવામાં આવ્યું હતું.
આ નિવેદનમાં પોતાની હરકત માટે વિલ સ્મિથે માફી પણ માંગી છે. વિલ સ્મિથે લખ્યું છે કે, 94માં ઓસ્કર એવોર્ડ્સમાં મેં જે પણ કર્યું તે, શર્મનાક હતું અને હૈરાન કરી મુકે તેવું હતું. જે લોકને મેં તકલીફ આપી છે તેમની યાદી ઘણી લાંબી છે. આ યાદીમાં ક્રિસ, તેનો પરિવાર, મારા ઘણા પ્યારા મિત્રો અને પ્રિયજનો સહિત તે બધા જે એવોર્ડમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે દુનિયાભરના એ દર્શકો જે પોતાના ઘરે બેસીને આ કાર્યક્રમ જોઈ રહ્યા હતા. આટલું કહ્યા પછી વિલ સ્મિથે Academy of Motion Picture Arts and Sciencesના સભ્યપદેથી રાજીનામું આપવાનું એલાન કર્યું હતું.
ક્રિસ રોકને મારી હતી થપ્પડઃ
ઓસ્કર એકેડમી એવોર્ડ સમારોહ 2022માં સ્ટેજ પર હોલીવૂડ અભિનેતા વિલ સ્મિથે પોતાની પત્ની જેડાની બીમારી લઈને મજાક ઉડાવવા મુદ્દે કોમેડિયન ક્રિસ રોકને સ્ટેજ પર જઈને થપ્પડ મારી હતી. આ થપ્પડનો અવાજ દુનિયાભરમાં સંભળાયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થયો હતો.