નવી દિલ્હીઃ જાણીતા ઓપેરા કલાકાર પ્લાસીડો ડોમિંગો વિરૂદ્ધ અનેક મહિલાઓના જાતીય શોષણનો આરોપ લાગ્યો છે. જોકે ડોમિંગોએ મંગળવારે પોતાના ઉપર લાગેલ જાતીય શોષણના આરોપને ફગાવતા ખુદનો બચાવ કર્યો હતો. લોસ એન્જેલેસ ઓપેરાએ આ આરોપને લઈને તપાસ શરૂ કરી છે અને એક અન્ય ગ્રુપે તેનો શો રદ્દ કર્યો છે.


આઠ ગાયિકાઓ અને એક નર્તકીએ જણાવ્યું કે 1980ના દાયકામાં થયેલી દુર્ઘટનાઓમાં તેનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. તે પોતાનો હોદ્દાનો દુરપુયોગ કરીને અમારા સેક્સ માટે દબાણ કરતો હતો. એમાંથી કેટલીક મહિલાઓએ એવું કહ્યું કે અમે બધું બહાર લાવતા એટલા માટે ડરતા કે અમારી કારકિર્દીને નુકસાન પહોંચે એમ હતું. તો વળી સિંગરનું કહેવું છે કે આ અનામ વ્યક્તિઓનાં આરોપ કે જે 30 વર્ષ જુના છે. તે મને ખુબ પરેશાન કરે છે અને આ બધી વાતોને ખોટી રીતે ઉપજાવી કાઢવામાં આવી છે. છે.

સિંગરે આગળ કહ્યું કે છતાં પણ આ સાંભળવું જ કષ્ટદાયક છે કે મે કોઈને પરેશાન કર્યા કે પછી કોઈને અસહજ મહેસુસ કરાવ્યું હોય. એનાથી કોઈ ફેર નથી પડતો કે ઘટનાં કેટલા સમય પહેલાની છે કે પછી મારો ઈરાદો કેવો છે. તેણે આગળ કહ્યું કે તે આ બધા આરોપો માટે બહારથી એક વકીલ રાખશે અને પુરા કેસની તપાસ કરાવશે.