નવી દિલ્લી: ભારતને પાકિસ્તાની કલાકારોને વિઝા આપવામાં કોઈ વાંધો નથી. કેંદ્રીય ગૃહમંત્રાલયના એક અધિકારીએ શુક્રવારે આ નિવેદન આપ્યું છે. ગૃહમંત્રીના એક અધિકારીએ કહ્યું કે ભારત સરકારને કોઈ પાકિસ્તાની કલાકારને વિઝા આપવામાં સમસ્યા નથી.
તેમણે કહ્યું કે, અમને વિઝા આપવામાં કોઈ વાંધો નથી. જો કોઈ વ્યક્તિ વિઝા માટે અરજી કરે અને તમામ શરતોને માન્ય રાખે તો તેને વિઝા આપી શકાય છે. એનું નથી કે અમે પાકિસ્તાનના લોકોને વિઝા નથી આપી રહ્યા.
મંત્રાલયનું આ નિવેદન સિનેમાના માલિકો અને ભારતીય પ્રદર્શક અસોસિએશને શુક્રવારે પાકિસ્તાની કલાકારોની ફિલ્મોને રિલીઝ નહિ થવા દેવાના એલાન બાદ આવ્યું છે. આ લોકોએ ગોવા, ગુજરાત અને મહારાષ્ટ્રમાં સિંગલ સ્ક્રીનમાં ફિલ્મો રિલીઝ નહિ કરવાની વાત કરી હતી.
જમ્મુ અને કશ્મીરમાં સેનાના કેમ્પ પર 18 સપ્ટેમ્બરે થયેલા આતંકી હુમલા બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પાકિસ્તાની કલાકરોને ભારતમાંથી જવા માટે કહેવામાં આવ્યું હતું. આ આતંકી હુમલામાં ભારતના 19 જવાન શહીદ થયા હતા. સાથે જ ઐ દિલ હૈ મુશ્કીલ અને રઈસ ફિલ્મ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની ધમકી આપવામાં આવી હતી. આ ફિલ્મોમાં પાકિસ્તાની કલાકારોએ કામ કર્યુ છે.