મુંબઇઃ વર્ષ 1990ના દાયકાની ચર્ચિત એક્ટ્રેસ રહી ચૂકેલી મમતા કુલકર્ણી (Mamta Kulkarni) એકવાર ફરીથી ચર્ચામાં આવી છે. અસલમાં જ્યાં એકબાજુ 90ના દાયકાની હીરોઇનો ટીવી શૉ, ફિલ્મો અને ઓટીટી પ્લેટફોર્મ દ્વારા કમબેક કરી રહી છે, ત્યારે વર્ષાના લાંબા સમય બાદ હવે મમતા કુલકર્ણીએ પણ કમબેક કર્યુ છે. જોકે, મમતાએ કોઇ ટીવી સીરિયલ, ફિલ્મ કે ઓટીટી પ્લેટફોર્મ પર નહીં પરંતુ સોશ્યલ મીડિયા પર આ કમબેક કર્યુ છે. રિપોર્ટ્સનુ માનીએ તો મમતા કુલકર્ણીએ ઇન્સ્ટાગ્રામ પર આ કમબેક કર્યુ છે. મમતાએ પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર 90ના દાયકાની ઘણીબધી તસવીરો શેર કરી છે.  


ઉલ્લેખનીય છે કે, મમતા કુલકર્ણી પોતાના જમાનામાં કેટલીય હિટ ફિલ્મો જેવી કે કરણ અર્જૂન, બાજી વગેરેમાં કામ કરી ચૂકી છે. મમતા કુલકર્ણીએ 90 એ દાયકામાં ઇન્ડસ્ટ્રીના ત્રણેય ખાન સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાન સાથે કામ કર્યુ છે. જોકે,આટલુ બધુ હોવા છતાં મમતા કુલકર્ણી ઇન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ ના થઇ શકી, અને જોતજોતામાં ફ્લૉપ થઇ ગઇ. મમતા કુલકર્ણીએ પબ્લિસિટી મેળવવા માટે કેટલાય બૉલ્ડ ફોટોશૂટ પણ કરાવ્યા હતા, પરંતુ તે તેની કેરિયરની ન હતી બચાવી શકી.  




ઉલ્લેખનીય છે કે, મમતા કુલકર્ણીનુ નામ તાજેતરમાં જ ખોટા કારણોસર સામે આવ્યુ છે. અસલમાં 90ની ચર્ચિત એક્ટ્રેસ ડ્રગ્સ માફિયા વિક્કી ગોસ્વામી સાથે લગ્ન કર્યા છે. વિક્કીને કેટલીય વાર ડ્ર્ગ્સના કાળા કારનામાઓના પોલીસ દ્વારા પકડાઇ ચૂક્યો છે, આ પછી વર્ષ  2012માં તે જેલમાંથી બહાર આવ્યો હતો. આ પછી મમતા કુલકર્ણી અને વિક્કી કેન્યા જતા રહ્યાં હતા, અને અહીં પણ વર્ષ 2014માં ડ્રગ્સ સાથે જાડોયેલા કેસમાં મમતા કુલકર્ણી અને વિક્કીને પકડવામાં આવ્યા હતા.