Olivia Rodrigo Live Concert: લાઈવ કૉન્સર્ટમાં પરફોર્મ કરતી વખતે સ્ટાર્સ સાથે ઘણી વખત અકસ્માત થાય છે. સિંગર ઓલિવિયા રૉડ્રિગો સાથે પણ આવું જ થયું જ્યારે તે સ્ટેજ પર પરફોર્મ કરતી વખતે ઘાયલ થઈ ગઈ.
'મિરર યૂકે'ના અહેવાલ મુજબ, સિંગર એક મોટા ખાડામાં પડી ગઇ હતી, જે સ્ટેજ પર બનાવવામાં આવ્યો હતો. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં દેખાઇ રહ્યું છે કે, ઓલિવિયા રૉડ્રિગો મેલબોર્નમાં લાઇવ શૉમાં પરફોર્મ કરતી વખતે સ્ટેજની નીચે પડી ગઈ હતી. જ્યારે આ દૂર્ઘટના સર્જાઇ ત્યારે તે મેલબોર્નના રૉડ લેવર એરેનામાં લગભગ 14,000 ચાહકોની સામે ગીત ગાતી હતી. શહેરમાં આ તેમનો ચોથો અને છેલ્લો શો હતો.
આ ઘટનાથી ફેન્સ ચોંકી ગયા હતા, પરંતુ ઓલિવિયાએ પછીથી પુષ્ટિ કરી કે તે ઠીક છે. વીડિયોમાં તે કહેતી જોવા મળી રહી છે, "ઓહ ગૉડ! આ મજેદાર હતું, હું ઠીક છું."
ઓલિવિયા રૉડ્રિગોએ આ ઘટનાનો વીડિયો તેના TikTok એકાઉન્ટ પર હેશટેગ 'સટલ ફૉરશેડૉઇંગ' સાથે પોસ્ટ કર્યો છે, જે હાલમાં વાયરલ ટ્રેન્ડ છે જે આવી વિચિત્ર ઘટનાઓને હાઇલાઇટ કરે છે. તેના પર એક ચાહકે કૉમેન્ટ કરી, OMG, Olivia Rodrigo, I love you. જ્યારે બીજાએ લખ્યું - મને લાગે છે કે 'સટલ ફૉરશેડૉઇંગ' તેનું આગામી ગીત અથવા આલ્બમ હોઈ શકે છે.
આ ઘટના ત્યારે બની જ્યારે ઓલિવિયા રૉડ્રિગો તેના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર હતી અને હવે તે સિડની જઈ રહી છે.
લાઇવ શૉમાં નીકળી ગયુ હતુ ટૉપ
આ પહેલીવાર નથી જ્યારે સ્ટેજ પર ઓલિવિયા રૉડ્રિગો સાથે કંઈક અજુગતું બન્યું હોય. આ વર્ષની શરૂઆતમાં અન્ય એક શૉ દરમિયાન 21 વર્ષીય સિંગર એક વૉર્ડરૉબ માલફન્ક્શન ભોગ બની હતી. શૉની મધ્યમાં તેણીનું ટોપ ઉતર્યું અને બેકઅપ ડાન્સરે તેને ઠીક કરવાનો પ્રયાસ કર્યો.
આ હોવા છતાં, ઓલિવિયા રૉડ્રિગો હસતી રહી અને ગાતી રહી. તેનું ગીત હતું 'લવ ઈઝ એમ્બેરેસિંગ', અને તેના સાથી ખેલાડીઓ તેના ટોપને બાંધવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ સફળ થઈ શક્યા નહીં.
આ પણ વાંચો
Shweta Tiwari Look: શ્વેતા તિવારી 44 વર્ષની વયે આપ્યા બોલ્ડ પોઝ, બીકિની લૂકમાં દિલકશ તસવીરો