મુંબઈ: રીતિક રોશન આજકાલ તેની આગામી ફિલ્મ “કાબિલ” ના પ્રમોશનમાં વ્યસ્ત છે, આ ફિલ્મ બાદ રિતિક તેની હોમ પ્રોડક્શન ફિલ્મ ‘ક્રિશ-4’ ની તૈયારી કરશે.

ફિલ્મ ક્રિશ-4 ને લઈને લીડ એક્ટ્રેસ માટે ખબરો સામે આવી રહી છે. ફિલ્મ માટે પહેલા દીપીકા પાદૂકોણ, અનુષ્કા શર્મા અને પરિણીતિ ચોપડાના નામ સામે આવી રહ્યા છે. ત્યારે એક નવું નામ સામે આવ્યું છે, તે છે અભિનેત્રી પ્રિયંકા ચોપડા.

ખબરો મુજબ આ વખતે ફિલ્મની લીડ એક્ટ્રેસનું નામ ફાઈનલ થઈ ગયું છે. આ ફિલ્મમાં રીતિકની સાથે પ્રિયંકા ચોપડા જોવા મળશે. સુત્રો મુજબ પ્રિયંકાને રિતિક રોશને ફોન કરીને એપ્રોચ કરી છે. રીતિકે પ્રિયંકાને કહ્યું કે તેની ફિલ્મમાં કામ કરે. કારણ કે લોકોને તે બંનેને સાથે જોવાની આદત બની ગઈ છે. તેમણે સાથે કામ કરેલી ફિલ્મો સુપરહિટ સાબિત થી છે.

રીતિક અને પ્રિયંકાની જોડી જ્યારે પણ બોક્સ ઓફિસ પર જોવા મળે છે ત્યારે હીટ સાબિત થાય છે. તે અગ્નિપથ હોય કે ક્રિશ લોકોએ આ જોડી પસંદ આવે છે.