ઋતિક-ટાઈગરની ‘વૉર’ ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવ્યો તહેલકો, ત્રણ દિવસમાં 100 કરોડને પાર
abpasmita.in | 05 Oct 2019 03:12 PM (IST)
પ્રથમ દિવસે હિંદી વર્ઝને 51.60 કરોડ અને બીજા દિવસે 23.10 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
મુંબઈ: ઋતિક રોશન અને ટાઈગર શ્રોફની ફિલ્મ વૉર બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મે રિલીઝ થયાના ત્રણ જ દિવસમાં 100 કરોડ રૂપિયાની કમાણી સાથે પ્રીમિયમ ક્લબમાં સ્થાન મેળવી લીધું છે. ધમાકેદાર એક્શન-થ્રિલર ફિલ્મ વૉર દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે વૉરના ત્રીજા દિવસની કમાણીના આંકડાની માહિતી આપી છે. તેના પ્રમાણે ફિલ્મે હિંદી વર્ઝનમાં શુક્રવારે 21.30 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે તેલુગુ અને તમિલ વર્ઝનમાં 1.15 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. તમામ ભાષાઓમાં વૉર ફિલ્મે અત્યાર સુધી 100.15 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ પહેલા પ્રથમ દિવસે જ બંમ્પર ઓપનિંગ કરી બૉલિવૂડની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની ગઈ છે. પ્રથમ દિવસે હિંદી વર્ઝને 51.60 કરોડ અને બીજા દિવસે 23.10 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ઋતિક-ટાઈગર પર ભારે પડ્યો સાઉથ સુપરસ્ટાર ચિરંજીવી, ‘સેરા નરસિમ્હા રેડ્ડી’એ વધુ કમાણી કરી ડાન્સ કરતા કરતા બોલિવૂડની આ હોટ એક્ટ્રેસે ઉતારી નાખી ટીશર્ટ, વીડિયો થયો વાયરલ, જુઓ વીડિયો સલમાનના લોકપ્રિય ગીતની કોપી કરી સોશિયલ મીડિયામાં છવાયો આ વ્યક્તિ, યૂઝરે કહ્યું- ‘સલમાન કરતાં સારો એક્ટર છે’