શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાંથી કમલ 370 હટાવ્યાના બે મહિના બાદ આજે જમ્મુ કાશ્મીરમાં પ્રથમ આતંકી હુમલો થયો છે. અનંતનાગમાં સુરક્ષાદળ પર આતંકીઓએ ગ્રેનેડ ફેંકી હુમલો કર્યો છે. આ હુમલો અનંતનાગની ડેપ્યૂટી કમિશનર ઓફિસની સામે થયો છે. આ હુમલામાં આશરે 10 લોકો ઘાયલ થયા છે. આ હુમલામાં સ્થાનિક પોલીસ સહિત એક પત્રકાર પણ ઘાયલ થાય છે.


ડીસી ઓફિસની સુરક્ષામાં પર ફરજ બજાવી રહેલાં જવાનો પર આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યો અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ હુમલામાં 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. હુમલા પછી વિસ્તારની નાકાબંધી કરવામાં આવી છે. આતંકીઓને શોધવા માટે તમામ વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

ગ્રેનેડ એટેકના ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. મહત્વની વાત છે કે ગુપ્તચર વિભાગે આતંકી હુમલાને લઇને એલર્ટ જાહેર કર્યું હતું.